ક્લેમ :-
“सरदार पटेल की प्रतिमा आए 3000 करोड पर ज्ञान पेलने वाले चमचो… 2 साल मे प्रतिमा 4461 करोड़ रुपए की कमाई कर चुकी है।”
(સરદાર પટેલની પ્રતિમાના 3000 કરોડ પર જ્ઞાન આપવા વાળા ચમચાઓ…2 વર્ષમાં પ્રતિમા 4461 કરોડ રૂપિયા કમાઈ ચુકી છે)
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવ્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કુલ આવક રૂપિયા 4461 કરોડ થઇ ચુકી છે. આ દાવા સાથે સરદાર પટેલની પ્રતિમાની તસ્વીર ટ્વીટર પર વાયરલ કરવામાં આવી રહી છે.
આ વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે ગુગલ કિવર્ડના આધારે સર્ચ કરતા કેટલાક ન્યુઝ આર્ટિકલ મળી આવે છે, જેમાં સરદાર પટેલની પ્રતિમા જોવા કેટલા પ્રવાસીઓ આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ કેટલી આવક થઇ છે.
આ મુદ્દે thehindubusinessline, livemint, financialexpressના ન્યુઝ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે કુલ અત્યાર સુધીમાં 2.9 મિલીયન લોકો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી છે, અને તેના દ્વારા કુલ 82 કરોડ રૂપિયાની આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે 31 ઓક્ટોબર 2018ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
ssnl ના કહેવા મુજબ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર દરરોજ અંદાજે 10000 લોકો મુલાકાત લે છે, જયારે સીટેચ્યુ ઓફ યુનિટી પર હાલ દરરોજ 15000થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. નવેમ્બર 2019 સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કુલ આવક 85 કરોડ આસપાસ થઇ છે, જયારે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ કુલ આવક 4461 કરોડ થઇ ચુકી હોવાનો દાવો તદ્દન ખોટો અને ભ્રામક છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)