Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અતિભારે વરસાદ નોંધાયો છે, અનેક જિલ્લાઓ અને ગામડાઓ વરસાદના પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદના કારણે આવેલ પૂર અને તારાજીના દર્શ્યો સોશ્યલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે. આ ક્રમમાં ભૂસ્ખ્લનનો એક વિડીયો વાયરલ થયેલ છે, આ ઘટના ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન ખાતે ભેખડ ઘસી પડવાથી રસ્તો બંધ હોવાના દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
વાયરલ વિડીયો યુટ્યુબ પર Sankalp News અને The World Affair દ્વારા “સાપુતારા જવાના રસ્તામાં ભેખડ ધસી પડવાના વિડીયો વાયરલ” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. તેમજ ફેસબુક યુઝર્સ દ્વારા પણ “સાપુતારામાં ભેખડ ઘસી પડવાથી રસ્તો બંધ” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી બેલેટ પેપરની પ્રશંસા કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ
Fact Check / Verification
સાપુતારા હિલ સ્ટેશન ખાતે ભેખડ ઘસી પડવાથી રસ્તો બંધ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા zeenews દ્વારા 21 જૂનના પ્રકાશિત કરવામાં આવેલ ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે. જે અનુસાર, મેઘાલય અને મિઝોરમ રોડવેઝ પર મોટા ભૂસ્ખલનને કારણે તમામ પરિવહન અટકી ગયો છે. આ ઘટના પર મળી આવેલા અન્ય મીડિયા રિપોર્ટ અહીંયા જોઈ શકાય છે.
આ ઘટના મિઝોરમની હોવાની જાણકારીના આધારે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર અને ટ્વીટર પર યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. જે સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, મેઘાલય અને મિઝોરમ રોડવેઝ પર મોટા ભૂસ્ખલનને કારણે તમામ પરિવહન અટક્યો છે. સિલચર શહેરમાં પાણીનું સ્તર ઉપર જતાં કટોકટીની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
જયારે, સાપુતારા હિલ સ્ટેશન ખાતે ભેખડ ઘસી પડવા અંગે ગુગલ સર્ચ કરતા કેટલાક મીડિયા રિપોર્ટ જોવા મળે છે, જે અનુસાર ડાંગ જિલ્લામાં થઇ રહેલા ભારે વરસાદને પગલે ગિરિમથક સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં મોડી સાંજે ભેખડોની સાથે માટીનો મલબો ધસીને રોડ પર આવી જતા ટ્રાફિક અવરોધાયો હતો.
Conclusion
સાપુતારા હિલ સ્ટેશન ખાતે ભેખડ ઘસી પડવાથી રસ્તો બંધ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર જૂન 2022ના મેઘાલય અને મિઝોરમ રોડવેઝ પર મોટા ભૂસ્ખલન સમયે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડીયો ગુજરાતના સાપુતારામાં બનેલ ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : Partly False
Our Sources
Media Reports of zeenews, The Voice of Sikkim, New World News on 21 June 2022
Facebook and YouTube Users Shared Video on 21 June 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.