દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતના અમદાવાદમાં રોડ શો કર્યો હતો. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. પંજાબની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી જીત માટે લડી રહી છે. આ માટે પાર્ટીએ અત્યારથી જ પ્રચાર શરૂ કરી દીધો છે.
આમ આદમી પાર્ટીની ગુજરાત રેલીને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ પર સ્ક્રીનશોટ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રેલીમાં સૌથી વધુ લોકો એકત્ર થવાનો રેકોર્ડ બન્યો હતો, જે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલીમાં 25 કરોડ લોકો જોડાયા હતા.

ફેસબુક આમ આદમી પાર્ટીના ગુજરાત રોડ-શો દરમિયાન 25 કરોડ લોકો જોડાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટ અંગે ગુગલ સર્ચ કરતા પત્રકાર રાણા અયુબ દ્વારા વાયરલ સ્ક્રીનશોટને લઈને પોસ્ટ કરવામાં આવેલ ટ્વિટ જોવા મળે છે. પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, આ સ્ક્રીનશૉટ નકલી છે કારણ કે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અથવા અન્ય કોઈ ઈન્ટરનેશનલ મીડિયા ઓર્ગેનાઈઝેશન તેમના સમાચારમાં ‘કરોડ’ લખતા નથી જે રીતે વાયરલ સ્ક્રીનશોટમાં દેખાય છે.પર “ગુજરાત ની વસ્તી 6.5 કરોડ અને કેજરીવાલએ એકઠા કર્યા 25 કરોડ. હવે કેમ આ ન્યૂયોર્ક ટાઈમ્સ ને પાછું વાળવું ભઈલા” જેવા ટાઇટલ સાથે અનેક યુઝર્સ દ્વારા ન્યુયોર્ક ટાઇમ્સનો સ્ક્રીન શોટ શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- UP CM યોગીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાનો સંદેશ આપ્યો હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
Fact Check / Verification
આમ આદમી પાર્ટીના ગુજરાત રોડ-શો દરમિયાન 25 કરોડ લોકો જોડાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ સ્ક્રીન શોટ અંગે ગુગલ સર્ચ કરતા પત્રકાર રાણા અયુબ દ્વારા વાયરલ સ્ક્રીનશોટને લઈને પોસ્ટ કરવામાં આવેલ ટ્વિટ જોવા મળે છે. પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, આ સ્ક્રીનશૉટ નકલી છે કારણ કે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અથવા અન્ય કોઈ ઈન્ટરનેશનલ મીડિયા ઓર્ગેનાઈઝેશન તેમના સમાચારમાં ‘કરોડ’ લખતા નથી જે રીતે વાયરલ સ્ક્રીનશોટમાં દેખાય છે.
રાણાની ટ્વીટનો 3 એપ્રિલે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના ઓફિશ્યલ હેન્ડલ પરથી પણ જવાબ આપવામાં આવ્યો હતો. ટ્વીટ દ્વારા વાયરલ ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટનું ખંડન કરતાં જણાવવામાં આવ્યું છે કે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા આ પ્રકારે કોઈપણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા નથી.
વાયરલ સ્ક્રીનશોટમાં જોવા મળેલી ભીડની તસ્વીર અમદાવાદમાં થયેલ આમ આદમી પાર્ટીની રેલીની છે. આ તસવીર ખુદ પંજાબ CM ભગવંત માન દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી.
Conclusion
અમદાવાદમાં યોજાયેલ આમ આદમી પાર્ટીના રોડ-શો દરમિયાન 25 કરોડ લોકો ભેગા થયા હોવાના માહિતી સાથે વાયરલ થયેલ ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટ સાથે ભ્રામક દાવો કરવામાં આવેલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા ટ્વીટર મારફતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશ્યલ મીડિયા પર ભ્રામક ખબર સાથે એડિટ કરાયેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Result :- Fabricated News/False
Our Source
Self Analysis
Tweet of The New York Times
Tweet of Bhagwant Mann
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044