Fact Check
Fact Check – શું કેજરીવાલે એવું કહ્યું કે તેઓ યમુનાની સફાઈ નથી કરી રહ્યા કેમ કે તેનાથી કોઈ મત નહીં મળે?
Claim: અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ યમુનાની સફાઈ નથી કરી રહ્યા કારણ કે તેનાથી તેમને કોઈ મત નહીં મળે.
Fact: ક્લિપ્ડ વીડિયો છે અને મુખ્ય સંદર્ભ વગર શેર કરાયેલ છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં કથિત રીતે તેઓ કહે છે કે યમુના નદીની સફાઈ કરવાથી મત નહીં મળે.
સોશિયલ મીડિયામાં વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કેજરીવાલ કહે છે કે, “યમુનાને સાફ કરવામાં આવી રહી નથી કારણ કે તે મત મેળવવામાં મદદ કરશે નહીં.”
વીડિયો ક્લિપમાં હોસ્ટના સવાલના જવાબમાં કેજરીવાલ બોલી રહ્યા છે કે, “…હું રાજકારણને થોડું સમજવા લાગ્યો છું. યમુના તમને મત નહીં આપે.”

આવી પોસ્ટ અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
યમુના નદીમાં વ્યાપક પ્રદૂષણને લઈને દિલ્હીની AAP સરકાર સતત ટીકાનો સામનો કરી રહી છે . દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે અગાઉ વચન આપ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર આગામી વિધાનસભા ચૂંટણી પહેલા યમુના નદીની સફાઈ કરશે.
જોકે, ન્યૂઝચેકરને સોશિયલ મીડિયામાં ઉપરોક્ત દાવા સાથે વાઇરલ વીડિયો ક્લિપ્ડ કરેલો અને અધૂરા સંદર્ભ સાથે શેર કરાયેલ જાણવા મળેલ છે.
Fact Check/Verification
વાયરલ ક્લિપની કીફ્રેમ્સ પર ગૂગલ લેન્સ સર્ચ અમને 27 ડિસેમ્બર, 2024ના રોજ @PrakharkePravachan દ્વારા અપલોડ યુટ્યુબ વિડિઓ તરફ દોરી ગઈ, જેમાં અરવિંદ કેજરીવાલ સાથેનો ઇન્ટરવ્યુ દર્શાવવામાં આવ્યો હતો.
કીફ્રેમ વાયરલ ક્લિપની યુટ્યુબ વિડિયો સાથે સરખામણી કરતા અમને તે સમાન હોવાનું જણાયું.

અમે પછી વિડિયોમાં સ્કિમિંગ કર્યું અને લગભગ 35 મિનિટે કેજરીવાલ કહેતા જોવા મળ્યા, “યમુનાને સાફ કરી શકાય છે, અને અમે તેને સાફ કરીશું.”
ત્યારબાદ તે નદીની સફાઈમાં “અવરોધો” પરના પ્રશ્નનો જવાબ આપે છે અને તેમની સરકાર દ્વારા તેના માટે હાથ ધરાયેલા કામની ચર્ચા કરે છે.
તેઓ કહે છે, “…2020માં મેં દિલ્હીવાસીઓને વચન આપ્યું હતું કે હું પાંચ વર્ષમાં યમુનાને સાફ કરીશ. હું મારું વચન પૂરું ન કરી શક્યો એનું મને દુઃખ છે. …પ્રારંભિક 2.5 વર્ષ દરમિયાન, કોરોના વાયરસને કારણે તમામ બાંધકામ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી, પછી તેઓએ અમને આ નકલી કેસમાં ફસાવ્યા…હવે, અમે તેનો સામનો કર્યો છે. આગામી પાંચ વર્ષ સારા હોય તેવું લાગે છે… ઘણું કામ થઈ ચૂક્યું છે… તેથી, મને લાગે છે કે આગામી થોડા વર્ષોમાં આપણે યમુનાની સફાઈ કરી શકીશું…”
43:15 મિનિટના કાઉન્ટર પર, હોસ્ટ કહેતા સાંભળાય છે કે, “…તમે કહો કે એજન્ડા વિકાસ છે, અથવા, કહો, શિક્ષણ… પણ મને નથી લાગતું કે આના પર મત મળ્યા છે… પરંતુ ભાવનાત્મક મુદ્દાઓ, જેમ કે યમુનાની સફાઈ, અને રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે…આ એક વાત દર્શાવે છે કે વ્યક્તિ જે કહે છે તે કરે છે. મને લાગે છે કે જો તમે યમુનાને સાફ કરશો તો તમને દિલ્હી વિસ્તારમાં પરાજિત નહીં કરી શકાશે.”

તેના જવાબમાં કેજરીવાલે કહ્યું, “…હું રાજકારણને થોડું સમજવા લાગ્યો છું. યમુનાથી તમને મત નહીં મળે. પણ હું યમુનાને સાફ કરીશ. હું અહીં ‘મતની રાજનીતિ’ માટે નથી … જ્યારે હું શાળાઓ બાંધું છું, ત્યારે હું એ નથી જોતો કે મને તેમાંથી મત મળશે કે નહીં. જ્યારે હું હોસ્પિટલો બાંધું છું, ત્યારે હું જોતો નથી કે મને તેમાંથી મત મળશે કે નહીં..હું કામ કરું છું. હું અહીં કામ કરવા આવ્યો છું…”
ઇન્ટરવ્યુની એક ક્લિપ જ્યાં કેજરીવાલે યમુનાને સાફ કરવા માટે “એક્શન પ્લાન” વિશે વિસ્તૃત રીતે જણાવ્યું હતું, તે AAP નેતાના સત્તાવાર Instagram હેન્ડલ પર પણ શેર કરવામાં આવી હતી.
Conclusion
આમ, વીડિયો ક્લિપ્ડ કરાયેલો અને અધૂરા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે. કેજરીવાલે એવું નથી કહ્યું કે, યમુનાની સફાઈ એટલે નથી કરાઈ કેમ કે તેનાથી મત નહીં મળશે.
Result – Missing Context
Our Sources
YouTube Video By @PrakharkePravachan, Dated December 27, 2024
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી દ્રારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044