Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Social Media Post Viral On BJP President CR Patil
છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જોકે આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 27 કેસનો સામાન્ય વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 11017 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 102 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 15,264 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
થોડાક સમય પહેલા મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજન ના અભાવે થયું નથી. જો કે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં તેમ જ મિડિયામાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. સોશ્યલ મીડિયા પર આ સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરીને લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ ઈન્જેક્શનનો કાળા બજાર થયો નથી.
ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ નાગરિક હોસ્પિટલ બીલ ના કારણે દેવાદાર નથી થયું. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલના બિલ પર લગામ લગાવવાનું કાર્ય કર્યું છે. આ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થયેલ છે. (Social Media Post Viral On BJP President CR Patil)
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નરેન્દ્ર મોદીની તસ્વીર સાથે વાયરલ થયેલ લખાણ મુદ્દે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન divyabhaskar, newsaayog અને hindustan-mirror દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ સુરતમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તા, નેતાઓ દ્વારા આ લખાણને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ છે. સરકારનો ઉધડો લેતા હોય તે પ્રકારની કોમેંટ સોશ્યલ યુઝર્સ દ્વારા કરવામાં આવી હતી. લોકોમાં સરકારને લઈને જે રોષ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ફોટો સાથેની પ્લેટ મીડિયામાં ફરતી થઇ છે.જેમાં ભાજપ ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથીના લખાણ લખી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયા છે.જેની સામે FIR દાખલ કરવામાં આવશે તેવું સીઆર પાટીલે જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી પોસ્ટને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું કે, અમારા ધ્યાન પર આ બાબત આવી છે. અમે તેને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છીએ. કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને વહેતી કરવી એ ગુનાહીત કાર્ય છે. જે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ લખાણ લખીને ખોટી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. (Social Media Post Viral On BJP President CR Patil)
કોરોના મુદ્દે વાયરલ થયેલ ભ્રામક ખબર :- કોરોના વિદાય લઇ રહ્યો હોવાના દાવો કરતી પોસ્ટ ડો.તેજશ પટેલના નામ સાથે વાયરલ, જાણો શું કહ્યું તેજશ પટેલે
નોંધનીય છે કે કોરોના કાળ દરમિયાન રૂપાણી સરકાર લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ ગઈ હોય તેવો ઘાટ ઘડાયો હતો. હોસ્પિટલોમાં બેડ નહોતા મળતા તો વળી ઇન્જેક્શનના કાળા બજાર થતાં વેન્ટિલેટર નો અભાવ હતો એટલું જ નહીં ઓક્સિજનના અભાવને કારણે પણ ક્યાંક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને સ્મશાનોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે લાંબુ વેઇટિંગ જોવા મળ્યું હતું. તો વળી ખાનગી હોસ્પિટલોમાં લોકો રીતસર લૂંટાયા હોવાના પણ કિસ્સા છે. ત્યારે પાટિલ દ્વારા સોશિયલ મીડિયામાં સરકારની આકરી ટીકા કરનારાઓ સામે કાયદાકીય પગલાં ભરવાની જે વાત કરવામાં આવી છે તે કેટલે અંશે યોગ્ય છે તે વિચારવું રહ્યું !
ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથીના લખાણ સાથે વાયરલ થયેલ પોસ્ટ ભ્રામક છે. વાયરલ તસ્વીર સરકાર પર કટાક્ષ કરવા માટે બનાવવામાં આવેલ છે. ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી જેવા નિવેદનો સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવેલ નથી. આ વાયરલ પોસ્ટ મુદ્દે તેઓએ FIR નોંધાવવા ની જાણકારી પણ આપેલ છે.
divyabhaskar
newsaayog
hindustan-mirror
C.R.Patil Social Media
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
May 24, 2025
Dipalkumar Shah
May 21, 2025
Dipalkumar Shah
May 17, 2025