Fact Check
ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે ભ્રામક વિડીયો વાયરલ
સોશ્યલ મીડિયા પર ફાઇટર જેટ વિમાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત છે. ફેસબુક યુઝર ‘સંપૂર્ણ સમાચાર સેવા’ દ્વારા “ભારત અમેરિકા ની ડિફેન્સ ભાગીદારી ની તાકાત…દુનિયાને આ પાવરફુલ મેસેજ છે કે નહીં?” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : નાનો બાળક બિમાર બાપને હાથગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય
Fact Check / Verification
ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે વાયરલ થયેલ ફાઈટર જેટ વિમાનના વિડીયોના કીફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા આ સુખોઈ 35 ફાઈટર પ્લેન હોવાનું જાણવા મળે છે. ઇમેજ સર્ચના પરિણામમાં, વિવિધ ટ્વિટર યુઝર્સે વાયરલ વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેની વિગતો અહીં અને અહીં છે .
આ માહિતીને ધ્યાનમાં લઈને વધુ તપાસ કરતા YouTube વિડિઓ મળી આવ્યો. સુપરકાર બ્લોન્ડી નામની આ યુટ્યુબ ચેનલ પર 18 મે, 2021ના રોજ પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં ટોય જેટ ફાઇટર બતાવવામાં આવ્યું છે સાથે જણાવવામાં આવ્યું છે કે આ પ્લેન 500 kmph સુધી પહોંચી શકે છે.
આ વિડિયોને ધ્યાન પૂર્વક જોતા વાયરલ વિડિયોમાં જોવા મળતા દર્શ્યો જોઈ શકાય છે. આ વિડિયોમાં, સુપરકાર બ્લોન્ડી યુટ્યુબર રમકડાના પ્લેનનું રૂપરેખાંકન અને વિગતો પ્રદાન જણાવે છે. તેમજ આ પ્લેનનો ફ્લાઇટ એરિયા વાયરલ વીડિયોમાં દેખાતા વિસ્તાર સાથે સામ્યતા ધરાવે છે.
આ વિડિયોના વર્ણનમાં RC ફાઈટર જેટ ક્લબ નામની એક ખાસ રમકડાની ફ્લાઈંગ ક્લબ બહાર પાડવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવેલ છે. અહીંયા, આરસી ફ્લાઈંગ દુબઈ ક્લબની વિગતો તેની ઓફિશ્યલ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે .


8 ઓક્ટોબર, 2017ના રોજ પોસ્ટ કરવામાં આવેલ RC ફ્લાઈંગ ક્લબ દુબઈ ભાગ 1 ટાઇટલ સાથે યુટ્યુબ વિડીયો જોવા મળ્યો હતો. રમકડાનું પ્લેન જ્યાંથી ઉડાન ભરે છે તે સ્થળ વાયરલ વિડિયોના લોકેશન સાથે ઘણું સામ્ય હોવાનું જાણવા મળે છે.

vbsdfv

Conclusion
ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયો ભારતનો નથી. આ એક રમકડાનું પ્લેન છે, જે રેડિયો સિગ્નલ દ્વારા કામ કરે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોને ભારત અને અમેરિકાની સંયુક્ત તાકાતના ભ્રામક ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Youtube Video by Supercar Blondie, Dated: May 18, 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044