Tuesday, April 22, 2025

Fact Check

ગુજરાત ટાઇટન્સની જીત બાદ ટાટા ગ્રુપે 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ

Written By Prathmesh Khunt
Jun 1, 2022
banner_image

તાજેતરમાં સમાપ્ત થયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે . એવો દાવો કરવામાં આવ્યો છે કે IPL સ્પોન્સર ટાટા ગ્રૂપે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં જીતની ખુશીમાં તમામ ભારતીય વપરાશકર્તાઓને 599 રૂપિયાનું 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત ટાઇટન્સની જીત
Image Courtesy : Facebook/ Sarraf Chandan

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેલાયેલ આ સમાચાર અંગે newscheckerના વોટસએપ નંબર પર પણ ઘણા વપરાશકર્તાઓ દ્વારા વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અપીલ કરવામાં આવી હતી.

ગુજરાત ટાઇટન્સની જીત

Fact Check / Verification

ટાટા ગ્રુપ દ્વારા IPLમાં ગુજરાત ટાઇટન્સની જીત બાદ 3 મહિના માટે ફ્રી રિચાર્જની જાહેરાત કરતા વાયરલ ફોરવર્ડ સાથે શેર કરવામાં આવેલી લિંક ખોલવા પર જાણવા મળે છે કે આ કોઈ ઓફિશ્યલ ટાટાગૃપની વેબસાઇટનું વેબ પેજ નથી. આપેલ લિંક ખોલતા જ એક જગ્યાએ લખેલું જોઈ શકાય છે “અમે કોઈ ડેટા સંગ્રહ કરતા નથી. આ માત્ર મનોરંજન માટે છે.

ગુજરાત ટાઇટન્સની જીત

જયારે, ટાટા ગ્રુપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટ પર સર્ચ કરતા આ સંબંધમાં કોઈ રિપોર્ટ કે માહિતી જોવા મળતી નથી. ઉપરાંત વાયરલ મેસેજ અંગે કોઈપણ મીડિયા રિપોર્ટ જોવા મળતા નથી.

વધુ માહિતી માટે, ગૂગલ સર્ચ કરતા ગુજરાતના ભરૂચના એસપીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી 30 મે 2022ના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, “ટાટા આઈપીએલ ફ્રી રિચાર્જના નામે જાહેર કરવામાં આવેલ લિંકથી સાવધ રહો. ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે લોકોને આવા ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહેવા અપીલ કરી છે. સમાન છેતરપિંડી વાળા મેસેજ અંગે ગુજરાત સાયબર સેલ દ્વારા ટ્વીટર પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

આ સિવાય અમે આ મુદ્દે ટાટા ગ્રુપ સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ માહિતી સાથે ટનજીકના સમયમાં અપડેટ કરવામાં આવશે.

Conclusion

ટાટા ગ્રુપ દ્વારા IPLમાં ગુજરાત ટાઇટન્સની જીત બાદ 3 મહિના માટે ફ્રી રિચાર્જની જાહેરાત કરતા વાયરલ ફોરવર્ડ મેસેજ તદ્દન ભ્રામક છે. ટાટા ગ્રુપ દ્વારા સત્તવાર રીતે આ પ્રકારે કોઈપણ જાહેરાત કરેલ નથી. વાયરલ ફોરવર્ડ અંગે ગુજરાત સાયબર સેલ દ્વારા પણ સાવધાન રહેવા અંગે ટ્વીટ પોસ્ટ કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Twitter handle of State Cyber Crime Cell, Gujarat.
Tweet of SP Bharuch
Google Searches


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,862

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage