claim :-
સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા ઉડાડવામાં આવેલ ડ્રોનને બાજ પકડી લે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ તસ્વીરને ટ્વીટર ફેસબુક પર “પોલીસે ડ્રોન ઉડાડયુ તો ડ્રોન ને બાજ ઉપાડી ગ્યો લ્યો બોલો…સરકારને કેટલી જગ્યાએ લડવુ નીચે બહાર રખડતા ગધેડાઓને પકડવા કે ઉપર બાજ ને” ના કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવી છે.
fact check :-
ત્યારે આ વાયરલ તસ્વીરની સત્યતા તપાસવા માટે અમે સૌપ્રથમ આ તસ્વીરને રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, જેમાં BBC NEWS દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળ છે. જે પ્રમાણે આ ઘટના ભારતની નહીં પરંતુ ડચ શહેરની છે, જ્યાં આવા અનઓથોરાઈઝ ડ્રોનને પકડી પાડવા બાજને ટ્રેનિંગ અપાઈ રહી છે.

ત્યારબાદ કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન અને યુટ્યુબ પર આ ઘટના પર પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે પ્રમાણે ડચ પોલીસ તેમજ ફ્રાન્સ આર્મી દ્વારા બાજને આ પ્રકારે ટ્રેનિંગ અપાઈ રહી છે, જેથી ડ્રોન દ્વારા કરવામા આવતી આતંકવાદી પ્રવૃત્તિ તેમજ અન્ય હેરફેર અટકાવી શકાય.



conclusion :-
source :-
google images
google keyword
youtube
facebook
twitter
news reports
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)