Sunday, April 27, 2025
ગુજરાતી

Fact Check

શ્રીનગરમાં ભારતીય આર્મી દ્વારા ફિલ્મી રીતે આતંકવાદી પકડ્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

Written By Prathmesh Khunt
Aug 19, 2021
banner_image

ભારતના પ્રજાસત્તાકે સત્તાવાર રીતે 15 ઓગસ્ટ, 1947 ના રોજ સ્વતંત્રતા મેળવી. ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોને જોતા સુરક્ષા એજન્સીઓ પણ તમામ સાવચેતી રાખે છે, જેથી આ દિવસે દેશમાં અશાંતિ સર્જાય તેવી કોઈ ઘટના ન બને તેની તકેદારી લેવામાં આવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ, ભારતના સૌથી સંવેદનશીલ ક્ષેત્ર, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (srinagar)માં, 15 ઓગસ્ટના રોજ સાવચેતીપૂર્વક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ક્રમમાં, સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે (srinagar)”શ્રીનગરમાં આતંકવાદી પકડાયો! લાઈવ દ્રષ્યો! જય હો મા ભારતીના જાંબાઝોની અને તેની ચપળતાને સલામ” વાયરલ થયેલા વીડિયોને કેટલાક વેરિફાઇડ ટ્વિટર યુઝર્સે પણ શેર કર્યો છે.

Twitter brazil terrorists encounter video viral as srinagar

Factcheck / Verification

શ્રીનગરમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરના વાયરલ વીડિયો અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા, ricmais વેબસાઈટ પર 2 ઓગષ્ટ 2021ના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ બ્રાઝીલના પેરોલા ખાતે 17 વર્ષના બાઈક સવારને પકડવા માટે પાછળ પડેલ પોલીસ દ્વારા ફિલ્મી રીતે બાઈક સવાર યુવકને પકડ્યો હતો.

srinagar
brazil terrorists encounter video falsly shared as srinagar.

અહેવાલ મુજબ, બ્રાઝીલની ઘટના અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર West General Balance અને RIC Mais ચેનલ પર બ્રાઝીલના બાઈક સવાર યુવકને પકડવાની ઘટના અંગે પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે.

brazil terrorists encounter video falsly shared as srinagar.
https://www.youtube.com/watch?v=6MqbuNiUEj0
brazil terrorists encounter video falsly shared as srinagar.

ઉપરાંત ઘટના અંગે વધુ તપાસ કરતા, ND MaisCBN MaringáD24AMOBemdito અને Plantão 190 પર પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ બ્રાઝીલના પેરોલા ખાતે પોલીસ દ્વારા 17 વર્ષના બાઈક સવાર યુવકને ફિલ્મી રીતે પકડી પાડ્યો હતો.

brazil terrorists encounter video falsly shared as srinagar.

Conclusion

શ્રીનગરમાં ઇન્ડિયન આર્મી દ્વારા એક આતંકવાદીને ફિલ્મી રીતે પકડવામાં આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ બ્રાઝીલના પેરોલા ખાતે પોલીસ દ્વારા 17 વર્ષના બાઈક સવાર યુવકને પકડવામાં આવેલ ઘટના છે. સોશ્યલ મીડિયા પર 14 ઓગષ્ટના આ વિડિઓ શ્રીનગરની ઘટના હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.

Result :- Misleading


Our Source

ricmais
West General Balance
RIC Mais
ND Mais
CBN Maringá
D24AM 
OBemdito

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.