Fact Check
Weekly Wrap: રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ ગાર્ડનનું નામ બદલાયું, તો કેરેલામાં પૂર આવ્યું અને જાપાન સુનામીનો વિડિઓ વાયરલ
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોરોના અંગે મુંબઈના મેયર કોરોના પર તો બીજી તરફ મુસ્લમાનો દ્વારા શરિયા અદાલતની માંગ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાઓ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જયારે WhatsApp પર જાપાન સુનામીનો વિડિઓ કેરેલામાં આવેલ પૂર અને પોલીસ મોક ડ્રિલનો વિડિઓ આતંકવાદી પકડાયો હોવાના ભ્રામક દાવાઓ પર વાંચો અહીંયા ટોપ-5 ફેકનયુઝ.

કેરાલામાં પૂર આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે જાપાન સુનામી નો વિડિઓ વાયરલ
ચાઈના અને કેરેલામાં પૂર આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ખરેખર જાપાનમાં 2011માં આવેલ સુનામી સમયનો છે. વાયરલ વિડિઓ પર મળતા તમામ પરિણામ પરથી આ ઘટના ચાઈના કે કેરેલાની હોવાનો દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. જાપાનમાં આવેલ સુનામી સમયના વિડિઓને હાલમાં કેરેલામાં આવેલ પૂર તેમજ 2018માં ઇન્ડોનેશિયામાં અને ચાઈનામાં આવેલ પૂર હોવાના ભ્રામક દાવા સાથે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ છે.

મુસ્લિમો દ્વારા શરિયા અદલાત અથવા અલગ દેશની માંગ કરવામાં આવી હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ
શરિયા અદાલત, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આ અદાલત ચલાવવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા શરિયા અદાલત ખોલવાની મંજૂરી અથવા અલગ દેશની માંગ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજ દ્વારા શરીયા અદલાત ખોલવા અંગે માંગ નથી કરવામાં આવી, તેમજ કાર્યરત શરીયા અદાલત માત્ર મુસ્લિમ સમાજના અંગત ઝગડા પર સમાધાન લાવવા માટે બનવવામાં આવેલ સંસ્થા છે.

પોલીસ મોક ડ્રિલનો વિડિઓ બસ સ્ટેશન પરથી આતંકવાદી ઝડપાયો હોવાના દાવા સાથે વાયરલ
વાયરલ વિડિઓ સાથે હુબલી શહેરના બસ સ્ટેશન પરથી આતંકવાદી ઝડપાયો હોવાનો દાવો મળતા તમામ પરિણામ પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે. hubballitimes ન્યુઝ સંસ્થાન દ્વારા તેમજ ધારવાડ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વાયરલ વિડિઓ એક મોક ડ્રિલ છે, જેને આતંકવાદી હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

ડોકટરોને દરેક COVID-19 દર્દી પર કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ રૂપિયા મળી રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
વાયરલ ઓડીઓ કલીપમાં MLA ગીતા જૈનનો અવાજ નથી, આ મુદ્દે તેમના દ્વારા પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી સ્પષ્ટતા આપવામાં આવેલ છે. ઉપરાંત ગીતા જૈન દ્વારા ભ્રામક ઓડીઓ કલીપ મુદ્દે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે. જયારે ઓડીઓ કલીપમાં હોસ્પિટલને 1.5 લાખની રકમ મળવા પર વાયરલ થયેલ દાવો પણ તદ્દન ભ્રામક હોવાની માહિતી PIBFactCheck દ્વારા આપવામાં આવેલ છે.

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડનનું નામ ડો.રાજેન્દ્ર પ્રસાદ રાખવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
પીએમ મોદીના પાવરના કારણે મુઘલ ગાર્ડનનું નામ ડો.રાજેન્દ્ર પ્રસાદ ગાર્ડન રાખવામાં આવ્યું હોવાનો દાવો મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. હિન્દૂ મહાસભા દ્વારા નામ બદલાવવા અંગે માંગ કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. જે મુદ્દે PIB અને રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ પર આપેલ માહિતી જોઈ શકાય છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044