Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. કેટલાક રાજ્યોમાં લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે. સરકારે આ અંગે કામ કરતા ટેસ્ટિંગ વધાર્યું છે, નાઈટ કર્ફ્યુ જાહેર કર્યા છે. તેમજ માસ્ક પહેરવા પર નિયમ લાગુ કર્યા છે. માસ્ક અંગે હાલ માહોલ ખુબ ગરમાયો છે, કારણકે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા BJP, INC અને AAP દ્વારા કરવામાં આવેલ રેલીઓ તેમજ સભા સમયે કોઈપણ નિયમોનું કડકાઈ થી પાલન કરવવામાં આવતું ન હતું.
સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ જોવા મળ્યા જેમાં લોકો અને પોલીસ વચ્ચે માસ્કના દંડ ઉઘરાવવા પર ઘર્ષણ થયા ના દર્શ્યો સર્જાયા હતા. ત્યારે Karunesh Ranpariya નામના ફેસબુક પેજ પરથી શેર કરવામાં આવેલ એક વિડિઓ પોસ્ટ જોવા મળે છે, જેમાં કેટલાક મીડિયા કર્મી મહિલા નેતાને માસ્કના પહેરવા અંગે સવાલ કરતા જોવા મળે છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલા BJPના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે આ વાયરલ વિડિઓ 13 હજારથી વધુ લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.

આ પોસ્ટ સાથે એક નોંધ લખવામાં આવેલ છે. જેમાં વિડિઓ પોસ્ટ કરનાર વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યું છે, “આ બેન કયા પક્ષ ના ઘારાસભ્ય છે એ મને નથી ખબર પરતુ આ હશે કોય પણ પક્ષ ના તે ખરૂ સામાન્ય નાગરીક વડીલો અને જેને હક્કીકત મા તકલીફ છે માક્સ થી તેણે જો ન પહેરીયુ હોય ભુલથી પણ તો તરતજ ૧૦૦૦ ની સ્લીપ ફાટીજાય છે તે ૧૦૦% છે જરાક સરમ કરો આ દેશ લોકશાહી અને વિશ્વના બેસ્ટ સંવિઘાન નો દેશ છે અને જે સંવિઘાન મા તમામ લોકો માટે ન્યાય અને હક્ક સમાન છે”
માસ્ક અંગે પૂછવામાં આવેલ મીડિયાના પ્રશ્નોના પર BJPના ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ જવાબના વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ ટુલ્સ વડે સર્ચ કરતા asianetnews અને navbharattimes દ્વારા ફેબ્રુઆરી 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ મહિલા નેતા BSP બસપા નેતા રામબાઈ છે, જે મધ્યપ્રદેશના પઠારિયા વિસ્તારના MLA છે.

22 ફેબ્રુઆરીના મધ્યપ્રદેશનું વિધાનસભા બજેટ સત્ર શરૂ થયું હતું, જેમાં ઘણા નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. બસપાના ધારાસભ્ય રામબાઇ માસ્ક વિના વિધાનસભામાં પહોંચ્યા હતા. મીડિયા કર્મીઓએ જ્યારે આ અંગે સવાલ કર્યા ત્યારે તેમણે ગુસ્સે થઇને કહ્યું કે “માસ્ક પહેરીને મારે મરવું નથી જો માસ્ક ના પહેરવા પર જે દંડ થશે તે હું આપીશ, પણ માસ્ક પહેરવા પર હું ગૂંગળામણ અનુભવું છું”
વાયરલ વિડિઓ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર NEWS18 દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. જેમાં મધ્યપ્રદેશ વિધાનસભાના સત્ર બાદ માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા નેતાઓને પૂછવામાં આવેલ સવાલ જવાબ જોવા મળે છે. આ વિડિઓમાં BSP નેતા રામ બાઈ તેમજ અન્ય નેતાઓ સાથે કરવામાં આવેલ સવાલ જવાબ પણ જોવા મળે છે. BJP
વાયરલ વિડિઓ પર લખવામાં આવ્યું છે “આ બેન (BJP) ભાજપ ના ધારાસભ્ય છે હવે સાંભળો” જયારે આ અંગે prsindia અને myneta વેબસાઈટ પર BSP નેતા રામબાઈ અંગે તમામ માહિતી જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે, વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ મહિલા નેતા ભાજપ ધારાસભ્ય નથી પરંતુ બસપા MLA રામબાઈ છે.

માસ્ક પહેર્યા વગર મીડિયા કર્મીઓના સવાલ પર આ પ્રકારે જવાબ આપનાર મહિલા નેતા (BJP) ભાજપ ધારાસભ્ય હોવાના ખોટા દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ મહિલા નેતા મધ્યપ્રદેશના પઠારિયા વિસ્તારની BSP MLA રામબાઈ સિંહ છે.
prsindia
myneta
NEWS18
asianetnews
navbharattimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 15, 2025
Dipalkumar Shah
July 14, 2025