Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કેન્દ્ર સરકાર 15 જુલાઈ, 2025થી ટુ વ્હિલર ચાલકો પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય લેવાની તૈયારીમાં.
દાવો ખોટો છે. સરકાર દ્વારા આ મામલે ખંડન પણ કરવામાં આવેલ છે.
વડોદરા જિલ્લામાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા પુલની દુર્ઘટના બાદ ગુજરાતમાં રોડ અને પુલની ખરાબ હાલત મામલે ફરી એક વાર ચર્ચા જાગી છે. ઘણા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, સરકાર જનતા પાસેથી ટૅક્સ અને ટોલ વસૂલે છે છતાં રોડની હાલત ખૂબ ખરાબ છે.
દરમિયાન, સોશિયલ મીડિયા પર હાઈવે પરના ટોલ ટેક્સને લગતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર 15 જુલાઈ–2025થી ટુ વ્હિલર ચાલકો પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય લેવાની છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાઇરલ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટમાં ફોટો અને માહિતી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર 15 જુલાઈ, 2025થી ટુ વ્હિલર ચાલકોએ પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અને અહીં જુઓ.
વાઇરલ દાવાની તપાસ કરવા અમે ગુગલનો સહારો લઈને કીવર્ડથી સર્ચ કરતાં અમને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 26 જૂન-2025ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો છે. તેમાં માહિતી આપવામાં આવી હતી કે, નેશનલ હાઈવે ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ આ સમાચારને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે સરકારનું આવું કોઈ પ્રકારનું આયોજન નથી. આ સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે, આ સમાચાર ભ્રામક છે. તેમણે આવા સમાચારની નિંદા કરી છે. આપને જણાવી દઈએ કે, દેશમાં ટોલ ટેક્સ ફક્ત કાર, બસ અને ટ્રક જેવા વાહનો પાસેથી જ લેવામાં આવે છે. ટુ-વ્હિલર ચાલકો પાસેથી કોઈપણ ટોલ ટેક્સ લેવામાં આવતો નથી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ માહિતી ખોટી હોવા અંગે ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, વાઇરલ દાવો અધૂરી માહિતી સાથેનો છે કારણ કે, કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પર આ દાવાનું ખંડન કર્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
ખરેખર સરકારે ટુ-વ્હિલર માટે ટોલ ટેક્સ વસૂલવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરેલ નથી. આથી વિપરીત આવા અહેવાલોનું ખંડન કરવામાં આવેલ છે.
Read Also: બિહારમાં વિતરણ કરાયેલા સેનિટરી નેપકિન પર રાહુલ ગાંધીનો ફોટો? શું છે સત્ય
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, હવે ટુ-વ્હિલરને પણ હાઈ વે સહિતના રસ્તાઓ માટે ટોલ ટેક્સ ચૂકવવો પડશે તે વાઇરલ મૅસેજનો દાવો ખોટો છે.
Sources
News Report by News18 Gujarati dated 26 June, 2025
X Post by NHAI dated 26 June, 2025
X Post by Nitin Gadkari dated 26 June 2025