Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
1લી મેથી ફાસ્ટ ટેગ બંધ થઈ જશે. નવી સિસ્ટમ આવશે આથી બેલેન્સ રિફંડ કરાવી લો.
દાવો ખોટો છે. સરકારે 1લી મેથી ફાસ્ટ ટેગ બંધ કરવાનો નિર્ણય નથી લીધો.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, 1 મે 2025થી સમગ્ર દેશમાં ફાસ્ટ ટેગની ટોલ સિસ્ટમ નાબૂદ થઈ જશે અને નવી નંબર પ્લેટ આધારિત ટોલ સિસ્ટમ લાગૂ થઈ જશે..
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “1 મે 2025થી સમગ્ર દેશમાં ટોલ સિસ્ટમ નાબૂદ થઈ જશે અને નવી ટોલ સિસ્ટમ લાગૂ થઈ જશે. આથી ફાસ્ટ ટેગમાં બેલેન્સ હોય તો ઝડપથી રિફંડ કરાવી લો.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
વાઇરલ દાવાની તપાસ માટે અમે ગૂગલ કીવર્ડ સર્ચની મદદથી આ વિશેના સમાચાર અહેવાલો વિશે જાણવાની કોશિશ કરી. જેમાં અમને પીઆઈબી દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયને ટાંકીને 18 એપ્રિલ-2025ના રોજ પ્રકાશિત કરાયેલ પ્રેસ નોટ પ્રાપ્ત થઈ.
તેમાં તે પુષ્ટિ કરે છે કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય અથવા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા 1 મે, 2025થી સેટેલાઇટ-બેઝ્ડ ટોલિંગના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ અંગે આવો કોઈ નિર્ણય લીધો નથી.
તેમાં લખ્યું છે કે, “ટોલ પ્લાઝા દ્વારા વાહનોની સરળતાથી અવરોધ-મુક્ત અવરજવરને સક્ષમ કરવા અને મુસાફરીનો સમય ઘટાડવા માટે ‘ANPR-FASTag-based Barrier-less Tolling System’ પસંદ કરેલા ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે. ત્યાર બાદના પ્રતિભાવો પછી તેને દેશમાં લાગુ કરવામાં આવશે.”
આમ સરકારના પ્રેસ વિભાગે ખુદ સ્પષ્ટિકરણ આપ્યું છે કે, દેશભરમાં ફાસ્ટટેગને 1લી મેથી બંધ કરી નવી સેટેલાઇટ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી.
વધુ સર્ચ કરતા અમને એનડીટીવી ન્યૂઝનો 20 એપ્રિલ-2025ના રોજ પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો. તેમાં પણ સ્પષ્ય જણાવવામાં આવ્યું છે કે, 1લી મેથી ફાસ્ટ ટેગ બંધ નથી થઈ રહ્યું. નવી સિસ્ટમ પ્રાયોગિક ધોરણે કેટલાક ચોક્કસ પસંદગીના ટોલ પ્લાઝા પર લાગુ થશે. અને ત્યાં ફાસ્ટ ટેગ પણ ચાલશે.
અમને આ વિશે બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નવી સિસ્ટમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજીના ANPR ને જોડશે જેથી વાહનોની નંબર પ્લેટ વાંચીને તેમની ઓળખ કરી શકાય, અને હાલની ‘FASTag સિસ્ટમ’ જે રેડિયો-ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) નો ઉપયોગ કરીને ટોલ કાપશે.”
તપાસ કરતા અમને 14 એપ્રિલ-2025ના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનો એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતો વીડિયો પણ મળ્યો.
આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “હું ટોલ વિશે વધુ વાત નહીં કરૂ. પણ તમને 15 દિવસમાં નીતિ મળી જશે. અમે સેટેલાઇટ-આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી રહ્યા છીએ. કોઈ તમને (ટોલ પર) રોકશે નહીં. કેમેરા તમારી નંબર પ્લેટની તસવીર લેશે અને ચોક્કસ ટોલ તમારા બેંક ખાતાઓમાંથી કાપવામાં આવશે.”
Read Also : Fact Check – ગુજરાત હેલ્મેટ મુક્ત રાજ્ય બન્યા હોવાના વાઇરલ દાવાનું શું છે સત્ય?
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ વીડિયો સાથેનો દાવો ખોટો છે. ખરેખર 1લી મેથી ફાસ્ટ ટેગ બંધ નથી થઈ રહ્યા. નવી સિસ્ટમ પ્રાયોગિક ધોરણે કેટલાક માર્ગો પર લાગુ થશે. આથી રિફંડ કરાવી લેવાની વાત ગેરમાર્ગે દોરનારી છે.
Sources
PIB Press Note, Dated, 18th Apr, 2025
News Report by NDTV, Dated, 20th Aprl, 2025
News Report by Business Standard, Dated, 18th Apr, 2025
X Post by IANS, Dated, 14th Apr, 2025