Authors
સોશિયલ મીડિયામાં બાંગ્લાદેશ પૂરની તસવીર હોવાના દાવા સાથે એક AI જનરેટેડ તસવીર પણ વાઇરલ છે. વળી તે જ તસવીરને ભારતના રાજ્ય ત્રિપુરામાં પૂરની તસવીર હોવાના દાવા સાથે પણ શેર કરાઈ. પરંતુ તસવીર સાચી નથી. તે AI દ્વારા બનાવવામાં આવેલી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ટ્રૅક્ટર દ્વારા વડે મૂર્તિને તોડતા જોવા મળી રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કર્ણાટકામાં ભગવાન રામની મૂર્તિને ટ્રૅક્ટર દ્વારા તોડી પાડવામાં આવી હતી. ખરેખર આ વીડિયો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના માકડોનનો છે, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને તોડવામાં આવી હતી. સાથે જ વડોદરા પૂર મામલે પણ મગરના વાઇરલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યા.
બાંગ્લાદેશમાં પૂરથી સર્જાયેલી તબાહી તરીકે વાઇરલ થયેલી તસવીર ખરેખર AI દ્વારા બનાવાયેલી તસવીર
સોશિયલ મીડિયામાં બાંગ્લાદેશ પૂરની તસવીર હોવાના દાવા સાથે એક AI જનરેટેડ તસવીર પણ વાઇરલ છે. વળી તે જ તસવીરને ભારતના રાજ્ય ત્રિપુરામાં પૂરની તસવીર હોવાના દાવા સાથે પણ શેર કરાઈ છે. જોકે, વાયરલ તસવીર બાંગ્લાદેશની નથી અને તે ત્રિપુરા પૂરની પણ નથી. તે તસવીર એઆઈ-જનરેટેડ હોવાનું સાબિત થયું. વધુ અહેવાલ અહીં વાંચો.
પૂરગ્રસ્ત વડોદરામાં ફરતા મગરોના સમૂહનો વાઇરલ વીડિયો ખરેખર ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લીનો
પૂરગ્રસ્ત વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ચારથી પાંચ મગરો પશુના શિકાર કરીને ફરતા હોય તેવો પણ એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા અને રાષ્ટ્રીય સ્તરના તથા સ્થાનિક મીડિયામાં પણ આ વીડિયો વાઇરલ થયો. જોકે, ન્યૂઝચેકરને આ વીડિયો ગુજરાતના વડોદરાનો નહીં પરંતુ ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લીનો નીકળ્યો. વધુ અહેવાલ અહીં વાંચો.
પૂરગ્રસ્ત વડોદરામાં વિશ્વામિત્રી નદીના ભૂખ્યા મગરનો વાઇરલ વીડિયો ખરેખર અમેરિકાનો
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ મગરો શહેરમાં ઘુસી આવ્યાના ઘણા વીડિયો વાઇરલ થયા. જેમાં વડોદરામાં વિશ્વામિત્રી નદીના ભૂખ્યા ભયાનક મગરનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જોકે, તે અમેરિકી ઍનિમલ ઍક્સપર્ટ કોર્બિન મેક્સેને અમેરિકામાં રૅસ્ક્યૂ કરેલા ઍલિગેટરનો વીડિયો હતો. વધુ અહેવાલ અહીં વાંચો.
ઉજ્જેનમાં સરદાર પટેલની મૂર્તિ તોડાઈ હોવાનો વીડિયો કર્ણાટકામાં ભગવાન રામની મૂર્તિ તોડી હોવાના દાવા સાથે વાઇરલ
સોશિયલ મીડિયા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કર્ણાટકામાં ભગવાન રામની મૂર્તિને ટ્રૅક્ટર દ્વારા તોડી પાડવામાં આવી હતી. જોકે, આ વીડિયો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના માકડોનનો છે, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને તોડવામાં આવી હતી. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044