યુપીમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ દરમિયાન, છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ રાજકીય પક્ષો દ્વારા યુપીમાં વ્યાપક ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ ઘણા ભ્રામક દાવાઓ શેર કરવામાં આવ્યા હતા. આગાઉ પણ યુપીમાં સ્થાનિકો દ્વારા ભાજપ નેતાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હોવાના ભ્રામક દાવા પર Newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર યુપીમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વાયરલ થયેલ ભ્રામક દાવાઓ ના ક્રમમાં ફરી એક વખત ફેસબુક પર “U P માં કોઈપણ વિસ્તારામાથી ભાજપના ઉમેદવારોને ભાગવુ જ પડે છે.” ટાઇટલ સાથે વિડિઓ વાયરલ થયેલ છે. વિડીઓમાં કેટલાક લોકો ભાજપ નેતાના કાફલા પર હુમલો કરી રહ્યા છે, આ સાથે દાવો કરવામાં આવ્યો છે “U P માં ભાજપની બંગાળ કરતાં ખરાબ પરિસ્થિતિ છે.” (archive)
Fact Check / Verification
ઉત્તરપ્રદેશમાં ભાજપના કાફલા પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Sangbad Pratidin દ્વારા એપ્રિલ 2021માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, પશ્ચિમ બંગાળની ચૂંટણી સમયે બોલપુરથી ભાજપના ઉમેદવાર અનિર્બાન ગાંગુલીના કાફલા પર હુમલો થયો હતો.
મળતી માહિતીના આધારે ગુગલ કીવર્ડ સર્ચ કરતા, abplive અને indianexpress દ્વારા ઘટના અંગે પ્રકાશિત કરવામાં આવેલ વિસ્તૃત અહેવાલ જોવા મળે છે. જે મુજબ, બીરભૂમ જિલ્લાના ઇલામબજાર વિસ્તારમાં TMC કાર્યકરો દ્વારા ભાજપના ઉમેદવાર અનિર્બાન ગાંગુલીના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ સાથે લોકો ‘ગો બેક’ના નારા લગાવી રહ્યા હતા. ભાજપના ઉમેદવારની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. લાકડી વડે કારનો કાચ તોડી નાખ્યો હતો. તેમજ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા છે.
જયારે, ભાજપ નેતા અનિર્બાન ગાંગુલીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ઘટના અંગે તપાસ કરતા ટ્વીટર પર એપ્રિલ 2021ના તેમના પર હુમલો થયા બાદ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેઓએ જણાવે છે કે “ઇલામબજાર બોલપુરમાં મારા પર થયેલા હુમલા અંગે ચિંતા કરવા બદલ મારા તમામ મિત્રો અને શુભેચ્છકોનો આભાર માનું છું. હું એકદમ સલામત છું. નારા લગાવતા જેહાદી ગુંડાઓનું મોટું ટોળું SonarBangla માટેના મારા સંકલ્પને તોડી શકશે નહીં!”
Conclusion
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપ નેતા પર હુમલો થયો હોવાનો વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.સોશ્યલ મીડિયા પર 2021માં બંગાળ ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અનિર્બાન ગાંગુલીના વાહન પર થયેલા હુમલાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે.