Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ઉત્તર પ્રદેશમાં UPSSSC દ્વારા PETની પરીક્ષા ગોઠવવામાં આવી હતી. અહેવાલો અનુસાર UP ખાતે અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર કુલ 37લાખ વિદ્યાર્થીઓ PETની પરીક્ષા આપવાના હતા. મુદ્દો ચર્ચામાં ત્યારે આવ્યો જયારે પરીક્ષાના કેન્દ્રો ખુબ જ દૂર હોવાને કારણે તેમજ વાહન વ્યવસ્થા ના મળવાના કારણે સર્જાયેલ હાલત પર ઉત્તર પ્રદેશ સરકારની ટીકા શરૂ થઈ.

મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે ટ્રેનનો સહારો લીધો હતો. પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓ ટ્રેનમાં લટકાઈને જતા જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં રાહુલ ગાંધી દ્વારા ટ્વીટર પર યુપી સરકારની PETની પરીક્ષામાં અવ્યવસ્થા સર્જવા બદલ ટીકા કરતા રેલવે સ્ટેશન પર પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ ની ભીડ હોવાના દાવા સાથે એક વિડીયો શેર કરવામાં આવેલ છે. જો..કે વિડીયો જૂનો અને ભ્રામક હોવાનું જણાતા એકાઉન્ટ પરથી વિડીયો હટાવવામાં આવેલ છે.

ઉત્તર પ્રદેશમાં PETની પરીક્ષા અંગે ભ્રામક દાવો કરતો આ વિડીયો AGN ન્યુઝના એક રિપોર્ટર દ્વાર પણ ટ્વીટર મારફતે શેર કરવામાં આવેલ છે. જયારે અન્ય યુઝર્સ દ્વારા વાયરલ વિડીયોના સ્ક્રીન શોટ સાથે કેટલીક હાલની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આગાઉ આ વિડીયો ફેબ્રુઆરી 2021ના લોકડાઉન બાદ મુંબઈના બોરીવલી સ્ટેશન પર લોકોની ભારે ભીડ હોવાના દાવા સાથે વાયરલ થયો હતો. જે અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો
ઉત્તર પ્રદેશમાં PETની પરીક્ષા સમયે સર્જાયેલ અવ્યવસ્થા અંગે સોશ્યલ મીડિયા વાયરલ થઈ રહેલ રેલવે સ્ટેશનનો વિડીયો નવીન પૂજારી નામની યુટ્યુબ ચેનલ પર જોવા મળે છે. જે લગભગ 5 વર્ષ પહેલા 12 માર્ચ 2016ના રોજ અપલોડ કરવામાં આવેલ છે. વીડિયોના કેપ્શનમાં અમેઝિંગ મુંબઈ લોકલ ક્રાઉડ લખાયેલ જોવા મળે છે.
આ અંગે ફેબ્રુઆરી 2021ના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાયરલ વીડિયો જૂનો છે, હાલમાં આટલી ભીડ કોઈ સ્ટેશન પર જોવા મળી નથી. ભીડને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ હાજર છે.
જયારે, વાયરલ વિડીયો અંગે @InfoUPFactCheck દ્વારા પણ ટ્વીટર પર 15 ઓક્ટોબરના સચોટ માહિતી આપતા જણાવ્યું કે “સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર ઉત્તર પ્રદેશમાં PETની પરીક્ષાના સંદર્ભમાં મુંબઈ લોકલનો વિડિયો અપલોડ કરવામાં આવેલ છે. ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ સુરક્ષિત માહોલ સાથે પરીક્ષાનું આયોજન થયું છે.
ઉત્તર પ્રદેશમાં PETની પરીક્ષા સમયે સર્જાયેલ અવ્યવસ્થા અંગે સોશ્યલ મીડિયા વાયરલ થઈ રહેલ વિડીયો મુંબઈ લોકલ ટ્રેનનો છે. સાથે જ આ વિડીયો છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ દાવાઓ સાથે વાયરલ થાય છે. સોશ્યલ મીડિયા યુઝર્સ અને વિપક્ષ પાર્ટી દ્વારા મુંબઈ લોકલ ટ્રેનના જુના વિડીયોને હાલમાં UP PETની પરીક્ષા સમયે સર્જાયેલ હાલાકી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
YouTube Video Of Navin Pujari, on MAR 2016
Tweet By RPF MUMBAI CENTRAL DIVISION, on FEB 2021
Tweet By @InfoUPFactCheck, on OCT 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044