સોશ્યલ મીડિયા પર ઉત્તરપ્રદેશનો એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. વિડીઓમાં, એક યુવતી પાસેથી દેશી બનાવટની બંદૂક પકડવામાં આવી છે. વાયરલ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, આ યુવતી યુપીની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તો કેટલાક યુઝર્સ આ યુવતી મુસ્લિમ હોવાનો દાવો કરી રહ્યા છે.
ફેસબુક પર ન્યુઝ સંસ્થાન S9 News દ્વારા “યુપીની શિક્ષિકા પાસેથી પોલીસને મળ્યો તમંચો” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ 2000થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.
Fact Check / Verification
ઉત્તર પ્રદેશમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી એક યુવતી પાસેથી દેશી બનાવટની બંદૂક મળી આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર યુઝર દ્વારા શેર કરવામાં આવેલ વાયરલ પોસ્ટનો જવાબ આપતા ઉત્તરપ્રદેશ મૈનપુરી પોલીસ દ્વારા 13 એપ્રિલના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે અનુસાર, આ કેસમાં તપાસ બાદ જાણવા મળ્યું કે બંદૂક સાથે પકડાયેલી મહિલા શિક્ષક નથી. આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું, ક્યા હેતુથી લાવવામાં આવ્યું હતું, આ અંગે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે.
ઉપરાંત, મૈનપુરી પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ અન્ય એક ટ્વીટ જોવા મળે છે, જેમાં એક ન્યુઝ પેપર કટિંગ શેર કરતા જણાવવામાં આવ્યું છે કે આ યુવતી ફિરોઝાબાદની રહેવાસી છે. 11 એપ્રિલના મૈનપુરીના જેલ ચોક ખાતે આ યુવતીને દેશી તમંચા સાથે ઝડપી પડવામાં આવેલ છે.

આ પણ વાંચો :- ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થાથી લઈને રામનવમીના અવસરે થયેલા કોમી તોફાનો પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
Conclusion
ઉત્તરપ્રદેશમાં એક શિક્ષક યુવતી પાસેથી દેશી બનાવટની બંદૂક મળી આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ સાથે ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે. યુપી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે આ યુવતી શિક્ષક નથી તેમજ યુવતી મુસ્લિમ સમુદાય માંથી પણ નથી આવતી.
Result :- Misleading / Partly False
Our Source
Twitter Post Of MAINPURI POLICE
Google Key Word Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044