Fact Check
યુપી પોલીસ જવાનની મારામારીનો વિડિઓ ગુજરાત પોલીસનો હોવાના દાવા સાથે વાયરલ
ગુજરાતમાં પોલીસ જવાન અને ઇન્પેકટર વચ્ચે બોલાચાલી થતા કોન્સ્ટેબલ દ્વારા ઇન્પેકટરને લાઠી દ્વારા માર મારવામાં આવ્યો.

Fact Check:-
સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક પોલીસ અધિકારી ઇજા પોલીસ અધિકારીને લાકડી દ્વારા માર મારી રહ્યો છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે “गुजरात मॉडल અંદરો અંદર મોર બોલ્યા” એટલે કે આ વિડિઓ ગુજરાતના પોલીસ અધિકારીનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ વિડિઓમાં પોલીસ જવાન તેના ઉપરી અધિકારી સાથે બોલાચાલી કરતો ત્યારબાદ તેની સાથે મારપીટ કરતો જોવા મળે છે.
આ વાયરલ વિડિઓની સત્યતા તપાસવા માટે અમે વિડિઓના સ્ક્રીન શોટ ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે. જેમાં ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે, જે પ્રમાણે આ ઘટના યુપીના સીતાપુર ની હોવાનું સામે આવ્યું છે.


ત્યારબાદ આ વિડિઓમાં દેખાતા પોલીસ બેરીગેટને ધ્યાનપૂર્વક જોતા “યુપી પોલીસ” લખેલ નજરે પડે છે, તેમજ ન્યુઝ રિપોર્ટ પ્રમાણે આ ઘટના સીતાપુર જિલ્લામાં બનેલ છે જેમાં પોલીસ જવાન અને ઇન્પેકટર વચ્ચે બોલાચાલી ત્યાબાદ મારપીટ પણ થઈ હતી, જેને લઇ SP દ્વારા આ મુદ્દે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને તે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

વાયરલ વિડિઓને મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ ઘટના યુપીના સીતાપુર જિલ્લામાં બનેલ છે. જયારે વિડિઓ સાથે “गुजरात मॉडल અંદરો અંદર મોર બોલ્યા” કેપ્શન આપી ગુજરાત પોલીસના નામે વાયરલ કરવામાં આવી છે. જે તદ્દન ભ્રામક છે.
source:-
keyword search
Facebook
news report
reverse image search
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)