ઉત્તરપ્રદેશ ચૂંટણી તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે, 10 માર્ચના યુપીમાં કોણ મુખ્યમંત્રી બનશે અને કઈ પાર્ટીની સરકાર બનશે તે જાણ થઈ જશે. હાલ, યુપીના વિધાનસભા ક્ષેત્રોમાં તમામ પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહી છે. સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે ભ્રામક પોસ્ટ પણ જોવા મળે છે, જે ક્રમમાં યુપીમાં ભાજપ નેતાઓ પર લોકો હુમલો કરી રહ્યા છે, તો ક્યાંક ભાજપને મત આપવા મુદ્દે નેતા ધમકી આપી રહ્યા હોવાના ભ્રામક દાવાઓ ફેલાય હતા.
યુપી વિધાનસભા ચૂંટણી મુદ્દે વાયરલ થયેલ ભ્રામક અફવાઓના ક્રમમાં ફેસબુક પર “UP માં ભાજપા ની હાલત” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં ભાજપ ઉમેદવારના પ્રચાર-પ્રસાર માટે રાખવામાં આવેલ ગાડી રસ્તા પર ફસાઈ જાય છે, જે ઘટના ઉત્તરપ્રદેશ વિધાનસભા ક્ષેત્રની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Fact Check / Verification
યુપી ચૂંટણી સંદર્ભે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડિઓના કિફ્રેમ ધ્યાનપૂર્વક જોતા ભાજપ ઉમેદવારના નામ ‘સંજય ગુપ્તા’ સાથે તેમના વિધાનસભા ક્ષેત્રનું નામ “34-લકસર” જોવા મળે છે.

જયારે, લકસર વિધાનસભા ક્ષેત્ર ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં આવેલ છે. તેમજ અહીંયા ઉત્તરાખંડ વિધાનસભાની ઓફિશ્યલ વેબસાઈટ પર ચૂંટાયેલા સભ્યોના નામ જોવાં મળે છે, જ્યાં લકસર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ ઉમેદવાર સંજય ગુપ્તા કાર્યરત હોવાની માહિતી જાણવા મળે છે.

ભાજપ નેતા સંજય ગુપ્તા અંગે ગુગલ સર્ચ કરતા ourneta વેબસાઈટ પર તેમના વિષે આપવામાં આવેલ તમામ માહિતી જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં છેલ્લે 2017માં વિધાનસભા ચૂંટણીનું આયોજન થયું હતું, તેમજ સંજય ગુપ્તા 2017થી લકસર વિધાનસભા ક્ષેત્રના નેતા છે.

Conclusion
યુપી ચૂંટણી સંદર્ભે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડિઓ ખેરખર ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં આવેલ લકસર વિધાનસભા ક્ષેત્રનો છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ ‘યુપીમાં ભાજપની હાલત’ ટાઇટલ સાથે ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.
Result :- Missing Context
Our Source
Key Frame Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044