Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
(Covid-19 Center) રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે અને હવે રાજ્ય સરકાર પણ ક્યાંય બેડ ખાલી ન હોવાનો સ્વીકાર કરી રહી છે. આમ, કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ લેતા નથી. અમદાવાદમાં પથારીઓનો વધારો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
હોસ્પિટલ અને ઓક્સિજનની અછત વચ્ચે ઘણા સેવાભાવી સંસ્થાનો દ્વારા મદદ પહોંચાડવામાં આવેલ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર કર્ણાટક BJP MP Shobha Karandlaje તેમજ ભાજપ નેતા B L Santhosh દ્વારા કોવીડ સેન્ટરની (Covid-19 Center) તસ્વીર શેર કરતા જણાવ્યું કે મુંબઈમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોરોના માટે સભા ગૃહમાં આ પથારી અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ફેસબુક અને ટ્વીટર પર “મુંબઈ સ્વામિનારાયણ મંદિર ને કોવિડ હોસ્પિટલ બનાવાઈ અને દર્દીનો તમામ ખર્ચ પણ મંદિર ઉઠાવશે” કેપશન સાથે આ પોસ્ટ ઘણા યુઝર્સ જેમ કે @RSS.swayamsevaks , @PMOIndiaReportCard દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ કાળો કેર વર્તાવ્યો છે. અમદાવાદ(Ahmedabad)માં પણ કોરોનાની વિકટ પરિસ્થિત ઉભી થઈ છે અને શહેરમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ ખુટી પડતાં સરકાર હરકતમાં આવી છે અને અમદાવાદમાં લોકોને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં પથારી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. (Covid-19 Center)
Covid-19 Center મુંબઈ કે ગુજરાતમાં ?
ત્યારે આ સંદર્ભે મુંબઈ શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે BJP નેતાઓ દ્વારા શેર કરવામાં તસ્વીર જયારે ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં TV9 ગુજરાતી ન્યુઝ ચેનલ દ્વારા આ વિષય પર યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવેલ બુલેટિન જોવા મળે છે.
ન્યુઝ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં હોસ્પિટલ અને ઓક્સિજનની અછત સર્જાતા શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા (વડોદરા) દ્વારા મંદિરના સભાગૃહમાં પથારીઓ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.(Covid-19 Center)
આ વિષય પર વધુ તપાસ કરતા timesofindia દ્વારા 15 એપ્રિલના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ વડોદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોના સામેની લડાઈમાં મદદરૂપ થવા (Covid-19 Center) 300 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાલ 300 બેડ કાર્યરત છે અને નજીકના સમયમાં વધુ 200 બેડ શરૂ કરવાનું આયોજન છે : જ્ઞાનવત્સલ સ્વામી (વડોદરા)
શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શરૂ કરવામાં આવેલ કોવીડ સેન્ટર અંગે વધુ માહિતી તપાસ કરતા ફેસબુક પર જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા કોરોના અંગે કેટલીક માહિતી સાથે મંદિર ખાતે શરૂ કરવામાં આવેલ કોવીડ વ્યવસ્થા અંગે પણ જાણકારી આપતો વિડિઓ જોવા મળે છે. જે પરથી થાય છે કે વાયરલ તસ્વીર મુંબઈ સ્થિત સ્વામિનારાયણ મંદિર નથી. (Covid-19 Center)
Conclusion
ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલ અને ઓક્સિજનની અછત છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અનેક પ્રકારે મદદ પહોંચાડવામાં આવેલ છે. જે સંદર્ભે હાલમાં ગુજરાત વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા 300 બેડ અને ઓક્સિજન વ્યવસ્થા સાથે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જયારે કેટલાક ભાજપ નેતાઓ તેમજ અન્ય યુઝર્સ દ્વારા આ કોવીડ સેન્ટરની તસ્વીર શેર કરતા આ મુંબઈ સ્થિત મંદિર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
TV9 ગુજરાતી
timesofindia
જ્ઞાનવત્સલ સ્વામી
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.