Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : વડોદરામાં રામનવમીના દિવસે પથ્થર મારો કરનાર મુસ્લિમની હાલત
Fact : વાયરલ વીડિયોને ગુજરાત વડોદરાની ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર રામનવમીના રમખાણોને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘વડોદરામાં રામનવમીના દિવસે પથ્થર મારો કરનાર મુસ્લિમની હાલત જુઓ’ ફેસબુક યુઝર્સ આ વીડિયોને “વડોદરામાં રામનવમી… ના દિવસે… શ્રી રામ ભગવાન ની રેલી પર પથ્થર મારો કર્યો હતો… એ…મુસ્લિમ મો ની હવે હાલત જોવો.” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : વાયરલ વિડીયો ઉર્દુ ભાષામાં પણ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
વડોદરામાં રામનવમીના દિવસે પથ્થર મારો કરનાર મુસ્લિમની હાલત ટાઇટલ સાથે વાયરલ થઈ રહેલા વીડિયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર ઓગષ્ટ 2022ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. જે અનુસાર, આ ઘટના હૈદરાબાદની હોવાનું જાણાવા મળે છે. કાઝીપુરા શાલીબંદામાં મુસ્લિમોની હૈદરાબાદ પોલીસ ધરપકડ કરી રહી છે.
આ અંગે વધુ તાપસ કરતા ન્યુઝ સંસ્થાન siasat દ્વારા ઓગષ્ટ 2022માં પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, હૈદરાબાદ શહેર પોલીસ બુધવારે રાત્રે ઘણા ઘરોમાં ઘૂસી ગઈ હતી અને શાલીબંદા અને તેની આસપાસના મુસ્લિમ યુવાનોને ખેંચીને બહાર કાઢ્યા હતા. આ મામલો પયગંબર મુહમ્મદ પરની ભાજપ ધારાસભ્યની અપમાનજનક ટિપ્પણીને કારણે થયો હતો.
આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર ન્યુઝ ચેનલ “ન્યુઝમીનીટ”ના એડિટર ‘Paul Oommen‘ દ્વારા પણ 25 ઓગષ્ટ 2022ના શેર કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ વિડીયો અગાઉ ઉત્તરપ્રદેશની ઘટના હોવાના દાવા સાથે પણ વાયરલ થયેલ છે. આ અંગે telugupost દ્વારા ઓક્ટોબર 2022ના ફેકટચેક આર્ટિકલ પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.
વડોદરામાં રામનવમીના દિવસે પથ્થર મારો કરનાર મુસ્લિમની ધરપકડના નામે વાયરલ થયેલો વીડિયો ખરેખર ઓગષ્ટ 2022ના હૈદરાબાદમાં બનેલી ઘટના છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને ગુજરાત વડોદરાની ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Our Source
YouTube Video Of gohash.in, 25 Aug 2022
Media Report Of siasat, 25 Aug 2022
Tweet Of Paul Oommen, 25 Aug 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044