સોશિયલ મીડિયા પર અને વોટસએપ પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જે મુજબ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે. વિડિઓ સાથે દાવો કરતો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે “બહેરામ પુરા ના પરીક્ષિત લાલ નગર માં રહેતા મસ્તાન મકસુત ને પોલીસ દ્વારા બેહરેમિ થી લાઠી ચાર્જ કરતા એને ગંભીર ઇજા પહોંચી છે, મગજ થી સમજી ના શકતો આ બેકસૂર મકસુત ને આવી બેહરમી થી મારે એ બિલકુલ ચલાવી ના લેવાયે, આ બધી પોલીસ પર સરકારે કડક પગલાં લેવા જોઈએ”

Fact check :-
આ વાયરલ વિડિઓને સત્યતા તપાસવા માટે રિવર્સ ઇમેજ અને કીવર્ડના મદદ વડે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન mumbaimirror દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. આ મુજબ આ ઘટના મુંબઈના વસઈ એરિયા કે જે ક્લસ્ટર કોરોનટાઇન હેઠળ છે, તે એરિયામાં લોકડાઉનનું પાલન કરાવવા માટે કરવામાં આવેલ લાઠી ચાર્જ છે. જેમાં કુલ 9 લોકો પર લોકડાઉનના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત ફેસબુક પર mumbaimirrorના પેઈજ પર આ વાયરલ વિડિઓ જોવા મળે છે. તેમજ ટ્વીટર એકાઉન્ટ પર પણ આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પરથી સાબિત થાય છે કે આ ઘટના મુંબઈના વસઈની છે.
conclusion:-
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ ઘટના ગુજરાતના બહેરામ પુરા વિસ્તારની નહીં પરંતુ મુંબઈના વસઈ એરિયાની છે જ્યાં લોકડાઉન નું પાલન કડક રીતે કરવવા માટે લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો, તેમજ આ એરિયા ક્લસ્ટર કોરોનટાઇન હેઠળ છે. જેથી લોકડાઉનનું ભંગ કરનાર 9 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
source :-
facebook
twitter
news report
keyword search
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)