હરિયાણામાં સરકારી અધિકારી અને ભાજપ ધારાસભ્યની જનતા દ્વારા ધોલાઈ કરવામાં આવો હોવાના દાવા સાથે CCTV વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબુક પર આ વિડિઓ પોસ્ટ “હરિયાણા માં ભાજપ ધારાસભ્ય અને અધિકારી ની જનતા દ્વારા ધમધમાટ ધોલાઈ, જનતા ની સહનશક્તિ હવે ખૂટી ગઈ છે..અમેરિકા વાળી ચાલુ થઈ ગઈ છે.ઇન્ડિયા માં હવે લોકશાહી ધીરે ધીરે જાગૃત થવા જઈ રહી છે.” કેપશન સાથે વાયરલ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા dnaindia,timesofindia દ્વારા પબ્લિશ કરાયેલ ખબર જોવા મળે છે, જે મુજબ હરિયાણાના મુનકા જિલ્લામાં વીજ નિગમ કચેરી ખાતે બે જૂથ વચ્ચે મારામારી થયેલ હતી. જે મુદ્દે મુનકા પોલીસ દ્વારા 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે.


ત્યારબાદ આ ઘટના પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર Zee Punjab, India TV દ્વારા 22 જુલાઈ 2020ના પબ્લિશ કરાયેલ ન્યુઝ બુલેટિન વિડિઓ જોવા મળે છે.
Conclusion
હરિયાણામાં ભાજપ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે મારામારી થયેલ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. હરિયાણા મુનકા વીજનિગમ ખાતે બે પક્ષો વચ્ચે SDO ઓફિસમાં મારામારી થયેલ છે, જે ઘટનાની CCTV સાથે ભાજપ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે મારામારી થયેલ હોવાનો ભ્રામક દાવો કરવામાં આવ્યો છે.
Result :- Misleading
Our Source :-
dnaindia :- https://www.dnaindia.com/india/video-2-men-brutally-beaten-by-goons-at-sdo-office-in-haryana-s-munak-2833659
timesofindia :- https://timesofindia.indiatimes.com/videos/city/chandigarh/covid-19-panjab-university-makes-device-that-sanitises-currency/videoshow/77289792.cms
Zee Punjab :- https://www.youtube.com/watch?v=woSUenMlY2I&feature=youtu.be
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)