Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક યુવક કોરોના પોઝિટિવ હોવા સાથે અમદવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. વિડિઓ સાથે કેપશન આપવામાં આવ્યું છે ‘કોરોના ને આપણે સિરિયસલી નથી લેતાં પરંતુ આજના અમદાવાદ સીવીલ હોસ્પિટલ નાં ૩ વીડિયો મોકલું છું, જે મને તેમની સારવાર કરતાં ઙો.ભાવસાર સાહેબે મોકલ્યો છે.’
વાયરલ વિડિઓની સત્યતા તાપસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં ઇટલીના એક ન્યુઝ સંસ્થાન hoydiariodelmagdalena દ્વારા આ વિડિઓને લઇ એક આર્ટિકલ તેમજ યુટ્યુબ પર વિડિઓ અપલોડ કરવામાં આવ્યો છે, જે મુજબ આ વ્યક્તિ જે કોરોના પોઝિટિવ નથી, તેમજ તેને શ્વાશ લેવામાં જે તફ્લીક પડી રહી છે, તે કોઈ બીજી બીમારીના કારણે થઇ રહ્યું છે. જેનું નામ છે Acute Respiratory Infection બિમારીના લક્ષણોમાં શ્વાશ લેવામાં તફ્લીક થવી તેમજ આ એક વાયરલ બીમારી છે જે નાક દ્વારા લાગુ પડે છે અને ફેફસા પર અસર કરે છે.
ત્યારબાદ યુટ્યુબ પર આ વાયરલ વિડિઓ ‘एक युवा कोरोना से ग्रसित, भयावह वीडियो आया सामने आप सभी लोगों से आग्रह है कि एहतियात जरूर बरते,थेथरई’ આ પ્રકારના દાવા સાથે આ વિડિઓ વેનલોક હોસ્પિટલ મેંગ્લોરનો હોવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. જે બાદ મેંગ્લોર ટુડે નામની ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે, જેમાં આ ઘટનાને નકારી કાઢી હતી. તેમજ આ મુદ્દે FIR નોંધવામાં આવી છે.
આ ઉપરાંત યુટ્યુબ પર સોલા હોસ્પિટલના ડો.ભાવસાર દ્વારા આ વાયરલ વિડિઓ પર ખુલાસો આપતો એક વિડિઓ અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ આ ઘટનાને નકારી કાઢી છે, આ ઘટના અમદાવાદ અને સોલા સિવિલ હોસ્પિટલની નથી, તેમજ અમે લોકો છેલ્લા 10 દિવસથી ઘર પર જ છીએ. તેમજ આ વિડિઓ અંગે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ વિડિઓ અમદવાદની સોલા હોસ્પિટલ અને મેંગ્લોરની વેનલોક હોસ્પિટલનો નથી, તેમજ વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ કોરોના પોઝિટીવ નથી. આ વિડિઓ ઇટલીની એક હોસ્પિટલનો છે અને યુવક Acute Respiratory Infectionથી પિડાઈ રહ્યો છે. જેને કોરોના પોઝિટીવ હોવાના દાવા સાથે અલગ-અલગ જગ્યા પર વાયરલ કરવામાં આવ્યો છે.
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.