ક્લેમ :-
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમની એક ઝલક… કેપશન સાથે એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
વાયરલ વિડિઓમાં શેયર કરવામાં આવેલ સ્ટેડિયમની તસ્વીર

વેરિફિકેશન :-
“વિશ્વ ના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ની એક ઝલક” ફેસબુક પર આ દાવા સાથે એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં મોટેરા સ્ટેડિયમની એક ઝલક દેખાડતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુટ્યુબ પર પણ આ વિડિઓ #motera_stadium મોઢેરા સ્ટેડિયમ ની એક ઝલક ahmedabad gujarat કેપશન સાથે પબ્લિશ કરવામાં આવ્યો છે.
વાયરલ વિડિઓની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરી મોટેરા સ્ટેડિયમ પર પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ રિપોર્ટ વિડિઓ શોધી કાઢ્યા છે.
ત્યારબાદ વિડિઓને ધ્યાન પૂર્વક જોતા તેમાં perth stadium સ્ક્રીન પર લખેલ જોવા મળે છે.


જયારે આ perth stadium વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આવેલ છે અને તે ડિસેમ્બર 2017માં ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. ત્યારે આ સ્ટેડિયમના વિડિઓને મોટેરામાં બનેલ ક્રિકેટ સ્ટેડિયમના નામ પર વાયરલ કરવામાં આવી રહ્યું છે. આ સમાન દાવા સાથે ફેસબુક અને યુટ્યુબ પર આ ભ્રામક દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)