Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
“ચાઇના ની હાલત શું છે એકવાર વીડીયો જરૂર જુઓ મારૂ મારૂ કરતા આટલી વાર લાગે બધું પૂરું થતાં. યોગ્ય લાગે તો વિડિયો લાઇક કરી શેર કરજો” કેપશન સાથે ફેસબુક પર એક વિડિઓ પોસ્ટ વાયરલ થયેલ છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે, આ પૂરની પરિસ્થતિ ચાઈનામાં સર્જાયેલ છે. વિડિઓમાં દરિયાની જેમ પાણી થોડી વારમાં આખા શહેરમાં ભરાયેલ જોવા મળે છે.
વાયરલ વિડિઓ પર કેટલાક અન્ય દાવાઓ શોધતા G.k Hub And News ફેસબુક એકાઉન્ટ પરથી 2018ના સમાન વિડિઓ પોસ્ટ જોવા મળે છે. જયારે આ વિડિઓ કેરેલામાં આવેલ પૂરનો હોવાના દાવા દાવા સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. ફેસબુક પર “Dangerous kerala flood view” કેપશન સાથે આ પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.
ચાઈનામાં પૂરની પરિસ્થતિ સર્જાઈ હોવાના દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા earthquakepredict વેબસાઈટ પર વાયરલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ આ ઘટના 2018માં ઇન્ડોનેશિયામાં બનેલ હોવાના દાવા સાથે વાયરલ થયેલ જોવા મળે છે.
જયારે વાયરલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા “SUPER TSUNAMI hits JAPAN” કેપશન સાથે 2018માં યુટ્યુબ પર પબ્લિશ થયેલ વિડિઓ જોવા મળે છે, જે મુજબ આ વિડિઓ 2011માં જાપાનમાં આવેલ સુનામી સમયનો છે. જે બાદ આ વિષયે કેટલાક કીવર્ડ સર્ચ કરતા FNN311 ચેનલ દ્વારા યુટ્યુબ પર 2012ના પબ્લિશ થયેલ વિડિઓ જોવા મળે છે, જે મુજબ આ વિડિઓ Ishinomaki fishing port નજીકથી લેવામાં આવેલ છે.
ત્યારબાદ વાયરલ વિડિઓ Ishinomakiનો હોવાની જાણ થતા ગુગલ મેપ પર આ જગ્યા શોધવા પ્રયત્ન કરતા Ishinomaki Gas Inc કે જેની અગાશી પરથી આ વિડિઓ લેવામાં આવ્યો છે, તેની તસ્વીર ગુગલ મેપ પર મળી આવે છે. ઉપરાન્ત વાયરલ વિડિઓ અને યુટ્યુબ પર મળી આવતા વિડિઓ સરખાવતા બન્ને Ishinomaki શહેરની ઘટના સાબિત થાય છે.
ચાઈના અને કેરેલામાં પૂર આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ખરેખર જાપાનમાં 2011માં આવેલ સુનામી સમયનો છે. વાયરલ વિડિઓ પર મળતા તમામ પરિણામ પરથી આ ઘટના ચાઈના કે કેરેલાની હોવાનો દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. જાપાનમાં આવેલ સુનામી સમયના વિડિઓને હાલમાં કેરેલામાં આવેલ પૂર તેમજ 2018માં ઇન્ડોનેશિયામાં અને ચાઈનામાં આવેલ પૂર હોવાના ભ્રામક દાવા સાથે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ છે.
Google map https://www.google.com/maps/place/38%C2%B024’58.7%22N+141%C2%B019’33.5%22E/@38.4173218,141.3257714,156a,35y,180h,39.52t/data=!3m1!1e3!4m5!3m4!1s0x0:0x0!8m2!3d38.416308!4d141.325979?hl=ja
FNN311 : https://www.youtube.com/channel/UCdom4haeZZued1-wocdpgyA
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Vasudha Beri
July 3, 2024
Prathmesh Khunt
February 8, 2023
Prathmesh Khunt
July 13, 2020