ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે, અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ વચ્ચે આ વખતે ચૂંટણીની જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર ચૂંટણી સંદર્ભે અનેક વિડિઓ શેર કરવામાં આવેલ છે, જે ક્રમમાં ભાજપ નેતા જયમંગલ કનોજીયાનો એક વિડિઓ વાયરલ થયેલ જોવા મળે છે. વિડીઓમાં કેટલાક લોકો ભાજપ નેતાનો વિરોધ કરી રહ્યા હોવાના દર્શ્યો જોવા મળે છે.
ફેસબુક પર “યુપીમાં રુઝાન આવવાના શરુ થઈ ગયા” ટાઇટલ સાથે ન્યુઝ બુલેટિનનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં ગામ લોકો ભાજપ વિધાયકને ઘરી લઇ મારામારી કરી રહ્યા હોવાના દર્શ્યો સર્જાઈ છે. વાયરલ વિડિઓ હાલમાં વિધાનસભા ચૂંટણી અન્વયે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાનો દાવો કરવામાં આવેલ છે.

Fact Check / Verification
ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે થયેલ ઘર્ષણના વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા 2018માં bhaskar અને timesoftime દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના બરવાન રાજા ગામે ખાતે પહોંચેલા ધારાસભ્ય જયમંગલ કનોજીયાને પાછા પગે દોડવું પડ્યું હતું. ગામમાં પહોંચેલા ધારાસભ્યને જોઈને લોકોએ તેમના વિરુદ્ધ નારા લગાવવા માંડ્યા, ત્યારબાદ ધારાસભ્યના સમર્થકો અને ગ્રામજનો વચ્ચે મારામારી પણ શરૂ થઈ ગઈ.

આ પણ વાંચો :- દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચીફ જસ્ટિસ તરીકે ચૂંટાયા હોવાનો ભ્રામક દાવો વાયરલ, જાણો શું છે સત્ય
મહારાજગંજ ખાતે ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે બનેલ ઘટના મુદ્દે વધુ તપાસ કરતા યુટ્યુબ પર News24 દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ઘટના અંગેનો વિડિઓ જોવા મળે છે. ધારાસભ્ય જયમંગલ કનોજિયાએ 2018માં કમલ સંદેશ યાત્રા કાઢી હતી. જ્યારે ધારાસભ્યના બરવાન રાજા ગામમાં પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ ધારાસભ્યને જોતા જ તેમને આગાઉ આપેલા વચનો યાદ કરાવતા સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને ગ્રામજનોએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો.
Conclusion
ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે થયેલ ઘર્ષણનો વાયરલ વિડિઓ 2018માં બનેલ ઘટના છે. સોશ્યલ મીડિયા પર હાલમાં વિધાનસભા ચૂંટણી સંદર્ભે આ ઘટના બનવા પામી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044