નેપાળના પહાડો માંથી એક સાધુ મળી આવ્યા છે, જેની ઉમર 201 વર્ષ હોવાના દાવા સાથે એક તસ્વીર વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા પર આ સાધુ દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ તેમજ જીવિત હોવાના દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે.
ફેસબુક યુઝર્સ દ્વારા “નેપાળના પહાડોમાંથી એક તિબેટીયન સાધુ મળી આવ્યા છે. 201 વર્ષની ઉંમરે તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે. તે ઊંડી સમાધિ એટલે કે ધ્યાનની સ્થિતિમાં છે જેને “તાકાટેટ” તરીકે ઓળખવામાં આવે છે.જ્યારે તે પ્રથમ વખત પર્વતની ગુફામાં મળી આવ્યા,ત્યારે લોકો એવુ માનતા હતા કે તે એક મમી છે. જોકે,વૈજ્ઞાનિકોએ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે મમી નહીં પણ જીવીત માનવી છે!” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.
ઉપરાંત, વાયરલ પોસ્ટ મુજબ આ સાધુ પાસેથી મળેલી વસ્તુઓમાં એક કાગળનો ટુકડો પણ મળ્યો જેના પર લખેલું હતું કે “ઉત્તર પ્રદેશમાં આવશે તો યોગી જ“, જયારે અન્ય સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે આ કાગળના ટુકડા પર અલગ-અલગ રાજકીય ટીખળ સાથે શેર કરવામાં આવેલ છે.

Fact Check / Verification
નેપાળના પહાડો માંથી 201 વર્ષની ઉમરના સાધુ મળી આવ્યા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા timesnownews અને mirror.co.uk દ્વારા 2018માં પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, 2017 નવેમ્બરના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં 92 વર્ષની વયે એક બૌદ્ધ સાધુનું અવસાન થયું હતું. બૌદ્ધ સાધુ લુઆંગ ફોર પિયાનના મૃતદેહને લોપબુરીના એક મંદિરમાં દફનાવવામાં આવ્યો હતો જ્યાં તેણે આધ્યાત્મિક ગુરુ તરીકે સેવામાં પોતાનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો.

આ પણ વાંચો :- મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોર્ડના પરીક્ષા ફોર્મ માંથી ‘હિન્દૂ’ કોલમ હટાવવામાં આવ્યું હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
થાઈલેન્ડના બૌદ્ધ સાધુના અવસાનની જાણકારી મળ્યા બાદ ગુગલ સર્ચ કરતા metro.co.uk દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ થોડા સમય અગાઉ પરંપરાગત બૌદ્ધ પ્રથા મુજબ સાધુના શરીરને શબપેટીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

Conclusion
નેપાળના પહાડો માંથી 201 વર્ષની ઉમરના સાધુ મળી આવ્યા હોવાના દાવા સાથે વાયરલ તસ્વીર ખરેખર થાઈલેન્ડમાં 2017માં 92 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા બૌદ્ધ સાધુ હતા. સોશ્યલ મીડિયા પર 201 વર્ષની ઉમરના સાધુ અને જીવિત હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. વધુમાં, આ સાધુ પાસેથી કોઈપણ સામાન કે તેમના હાથ માંથી કાગળનો ટુકડો મળી આવેલ નથી.
Result :- False
Our Source
Timesnownews :- (https://www.timesnownews.com/the-buzz/article/buddhist-monk-smile-incredible-images-thailand-bangkok-lopburi-luang-phor-pian-viral-cambodia/191796)
Metro.co.uk :- (https://metro.co.uk/2018/01/22/buddhist-monk-still-smiling-two-months-death-7249725/)
Mirror.co.uk :- (https://www.mirror.co.uk/news/weird-news/dead-buddhist-monk-smiles-body-11893428)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044