Authors
ગુજરાતમાં રાત્રી સમયે ભાજપ સરકાર મંદિરો પર બુલડોઝર ચલાવી રહી હોવાના એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રસ્તાના કિનારે રાખવામાં આવેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પર બુલડોઝર ચલાવાઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ગુજરાતના અમદાવાદની સાબરમતી નદીનો છે, જ્યાં સ્થાનિક પ્રશાસન દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.
ફેસબુક પર આમ આદમી પાર્ટીના એક ફેન ગ્રુપ ‘ઝાડુ લાવો ગુજરાત બચાવો‘ દ્વારા આ વિડીયો “ગુજરાતમાં રાત્રી સમયે ભાજપ સરકાર મંદિરો પર બુલડોઝર ચલાવી રહી છે તો હવે બેધડક દિવસે પણ મૂર્તિઓ પર બુલડોઝર ચલાવતા ડરી નથી રહી!” ટાઇટલ સાથે શેર કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયો સાથે અન્ય યુઝર્સ દ્વારા શેર કરવામાં પોસ્ટ સાથે સરકાર વિરુદ્ધ ખુબ આક્રોશ દેખાડવામાં આવ્યો છે.
Fact Check / Verification
ગુજરાતમાં રાત્રી સમયે ભાજપ સરકાર મંદિરો પર બુલડોઝર ચલાવી રહી હોવાના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને ઓગષ્ટ 2019માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નેહરા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. 11 ઓગષ્ટ 2019 ના રોજ તેણે આ ઘટના પર કેટલીક તસ્વીરો અને એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ ટ્વીટમાં નેહરાએ અમદાવાદના લોકોનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે અમદાવાદના લોકોએ સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવાને બદલે તેને કિનારે રાખવાનું નક્કી કર્યું જેથી નદી સ્વચ્છ રહે.
તે જ સમયે, વિજય નેહરાના ટ્વીટની ટિપ્પણીમાં, ગુજરાતના એક પત્રકારે આ વાયરલ વિડિયો શેર કર્યો હતો. વાયરલ વિડિયો સાથે નેહરાના ટ્વીટમાં હાજર વિડિયો અને તસ્વીરોની સરખામણી કરતા સ્પષ્ટ થાય છે કે બંનેમાં જોવા મળેલી જગ્યા એક જ છે. નોંધનીય છે કે તે સમયે એબીપી ન્યૂઝ અને ધ હિંદુએ પણ આ તસવીરો અને વીડિયો પર સમાચાર પ્રકાશિત કર્યા હતા. અહીં સાબિત થાય છે કે આ વિડિયો ગુજરાતનો છે પરંતુ તે ત્રણ વર્ષ જૂનો છે, તાજેતરનો નથી.
આ પહેલા પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે વાયરલ થયેલ છે. જે અંગે ન્યૂઝચેકરે 2021માં પણ આ વીડિયો પર ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
Result : Partly False
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044