Fact Check
શું ગુજરાતના 5 નાના શહેરો મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે? જાણો શું છે સત્ય
Claim : ગુજરાતના 5 નાના શહેરો મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે
Fact : સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી.
ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત અંગે પોસ્ટ વાયરલ થઈ રહી છે. ન્યુઝ ચેનલો તેમજ યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “ગુજરાતના વધુ પાંચ શહેરની નગરપાલિકા અપગ્રેડ થઇને મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે. નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઇને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.”

આ પણ વાંચો : UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર લોકોના મત્ત માંગવામાં આવ્યા હોવાના દાવાનું સત્ય
Fact Check / Verification
ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત અંગે ગુગલ સર્ચ કરતા zeenews દ્વારા 29 જૂનના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચાર અફવા છે. નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાના સમાચાર ખોટા છે. આ અફવા છે, તેના પર ધ્યાન ન આપવું.

zeenews દ્વારા શહેરી વિકાસ વિભાગના સચિવ અશ્વિની કુમાર સાથે વાયરલ દાવા અંગે વાતચીત કરવામાં આવી છે. તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. આ સમાચાર એક અફવા છે. ગુજરાતની પાંચ નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવેશે તેવા જે સમાચારો મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે તેમા કોઈ તથ્ય નથી.
ન્યૂઝચેકર દ્વારા પણ સચિવ અશ્વિની કુમાર સાથે વાયરલ દાવા અંગે વાતચીત કરવામાં આવી હતી. જ્યાં તેઓએ આ દાવાને તદ્દન ભ્રામક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે રાજય મંત્રી મંડળની મળેલી કેબીનેટ બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી. વાયરલ સમાચાર એક અફવા છે.
Conclusion
ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત અંગેના વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે. સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી.
Result : False
Our Source
Media Report Of zeenews , 29 Jun 2023
Direct Contact With Secretary of Urban Development Department mr. ashwini kumar
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044