Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim : UCC ને સમર્થન આપવા અને દેશને બચાવવા માટે કૃપા કરીને 9090902024 પર મિસ્ડ કોલ આપો.
Fact : વાયરલ મેસેજ સાથે શેર કરવામાં આવેલ મોબાઇલ નંબર ભાજપ દ્વારા જનસંપર્કથી જનસમર્થન અભિયાન અર્થે જાહેર કરવામાં આવેલ છે.
નરેન્દ્ર મોદી સરકાર છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર ભાર આપી રહી છે, અને વિપક્ષ આ કાનૂનનો વિરોધ કરી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે “દેશના તમામ હિંદુઓને યુસીસીની તરફેણમાં મત આપવા વિનંતી કરવામાં આવે છે. UCC ને સમર્થન આપવા અને દેશને બચાવવા માટે કૃપા કરીને 9090902024 પર મિસ્ડ કોલ આપો.”
વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે “પહેલેથી જ બે દિવસમાં 04 કરોડ મુસ્લિમો અને 02 કરોડ ખ્રિસ્તીઓએ યુસીસી વિરુદ્ધ મતદાન કર્યું છે. તેથી, અંતિમ તારીખ, 6ઠ્ઠી જુલાઈ પહેલા, દેશના તમામ હિંદુઓને યુસીસીની તરફેણમાં મત આપવા વિનંતી કરવામાં આવે છે.”
Fact Check / Verification
UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર વાયરલ થઈ રહેલા મેસેજ સાથે આપવામાં આવેલા મોબાઈલ નંબર અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ દ્વારા જૂન 2023ના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. અહીંયા ભાજપના જનસંપર્કથી જનસમર્થન અભિયાનની જાહેરાત સાથે 9090902024 મોબાઈલ નંબર શેર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ભાજપના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર જૂન 2023ના જનસંપર્કથી જનસમર્થન અભિયાનની પોસ્ટ જોવા મળે છે. અહીંયા “‘જન સંપર્ક સે જન સમર્થન’ અભિયાનમાં જોડાવા માટે 9090902024 પર મિસ્ડ કોલ આપો.” ટાઇટલ સાથે પીએમ મોદી અને જે.પી.નડ્ડાની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ UCCની જરૂરિયાત વિશે વાત કર્યા પછી ભાજપે યુસીસી પર પાર્ટી અને દેશમાં ચર્ચા શરૂ કરી છે. યુસીસી, જે તમામ ધર્મોના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસા, જાળવણી અને મિલકતના ઉત્તરાધિકારને લગતા સામાન્ય કાયદા સાથે સંબંધિત છે, અને આ કાનૂનની વાત શરૂઆતથી જ ભાજપના મેનિફેસ્ટોનો ભાગ છે. વધુમાં વાયરલ મેસેજ અંગે અમે કેટલીક સરકારી આધિકારિક વેબસાઈટ પર પણ તપાસ કરી પરંતુ આ અંગે કોઈપણ જાહેરાત જોવા મળતી નથી.
Conclusion
UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર વાયરલ થઈ રહેલા મેસેજ તદ્દન ભ્રામક છે. વાયરલ મેસેજ સાથે શેર કરવામાં આવેલ મોબાઇલ નંબર ભાજપ દ્વારા જનસંપર્કથી જનસમર્થન અભિયાન અર્થે જાહેર કરવામાં આવેલ છે. UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે સરકારે લોકોના મત્ત માટે કોઈ મોબાઈલ નંબર જાહેર કરેલો નથી.
Result : False
Our Source
Tweet Of @DrPrashantkorat, 1 Jun 2023
Tweet Of @BJP, 29 Jun 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.