Sunday, April 27, 2025
ગુજરાતી

Fact Check

Fact Check: ભાજપના સમર્થન માટેનો  ‘મિસ્ડ કૉલ નંબર’ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) માટેની ઝુંબેશ તરીકે વાઇરલ  

banner_image

Claim – UCC (યુસીસી-યુનિફોર્મ સિવિલ કોડ) માટે સમર્થન તરીકે 9090902024 પર મિસ્ડ કોલ આપવા હિંદુઓને વિનંતી કરતું સોશિયલ મીડિયા અભિયાન.

Fact – મોદી સરકાર દ્વારા યુસીસી તરફેણ કરતું અભિયાન કે મિસ્ડ કોલ ઝુંબેશ નથી ચલાવાયું. ઉપરાંત તે 2024ની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભે ભાજપના મેગા આઉટરીચ પ્રોગ્રામનો ભાગ પણ નથી.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના અમલીકરણ માટેની ઝુંબેશ તરીકે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એક મૅસેજ ફરતો કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે, જેમાં હિંદુઓને વિનંતી કરે છે કે તેઓ 9090902024 પર મિસ્ડ કોલ આપે, જેથી UCC (યુસીસી) માટે તેમની સંમતિ આપી શકે. મૅસેજમાં દાવો કરાયો છે કે, “પહેલેથી જ બે દિવસમાં 4 કરોડ મુસ્લિમો અને 2 કરોડ ખ્રિસ્તીઓએ યુસીસી વિરુદ્ધ મતદાન કર્યું છે. તેથી, સમયમર્યાદા પહેલા, 6ઠ્ઠી જુલાઈ, દેશના તમામ હિન્દુઓને યુસીસીની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને યુસીસીને સમર્થન આપવા અને દેશને બચાવવા માટે 9090902024 પર મિસ્ડ કૉલ કરો.”

ટ્વીટ્સનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જોઈ શકાય છે. અમને અમારી Whatsapp ટિપલાઈન (9999499044) પર પણ આ દાવો મળ્યો છે, અને તેને તથ્ય-તપાસ કરવાની વિનંતી કરી છે.

વધુમાં અમને તાજેતરમાં અમારા વૉટ્સઍપ પર મળેલા દાવામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ઉપરોક્ત દાવામાં ઉલ્લેખ કરાયેલ ” 9090902024 નંબર પર કરવામાં આવેલો કૉલ યુસીસીને સમર્થન તરીકે  રૅકર્ડ કરવામાં આવશે અને સ્વિકારવામાં આવશે. કૃપા કરી આ માહિતી બધા હિંદુઓ સાથે શેર કરો. નંબર પર મિસ્ડ કોલ કરનારા તમામને શુભેચ્છા.”

Fact Check/ Verification

ન્યૂઝચેકરે “UCC મિસ્ડ કોલ 909090204” માટે કીવર્ડ સર્ચ કરી હતી, જેમાં આવી ઝુંબેશના કોઈપણ વિશ્વસનીય સમાચાર અહેવાલો પ્રાપ્ત ન થયા.

જો કે, 31 મે-2023ના રોજનો ઈન્ડિયા ટુડેનો એક રિપોર્ટ પ્રાપ્ત થયો, જેનું શીર્ષક છે “2024ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપીએ યુનિક મિસ્ડ કોલ ઝુંબેશ શરૂ કરી”.

“2024ની લોકસભા ચૂંટણીના ભાગરૂપે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક વિશિષ્ટ નંબર: 9090902024 સાથે એક અનોખી ‘મિસ્ડ કૉલ’ ઝુંબેશ શરૂ કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય પક્ષના સમર્થનના વ્યાપને વિસ્તારવાનો છે અને 2019 માં પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવેલ સદસ્યતા અભિયાનની તર્જ પર અભિયાન ચલાવાયું છે.”

અહેવાલમાં વધુમાં કહેવાયું છે કે, મોબાઇલ નંબર મોદી સરકારના નવ વર્ષ અને 2024ની નિર્ણાયક લોકસભા ચૂંટણી વર્ષનું પ્રતિનિધિત્વ કરે છે. “ભાજપ, તેના વ્યૂહાત્મક અભિગમ માટે જાણીતું છે, આગામી ચૂંટણીમાં લોકો પાસેથી નવેસરથી જનાદેશ માંગતી વખતે તેની સત્તામાં છેલ્લા નવ વર્ષની મંજૂરી તરીકે આ સંખ્યાને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી છે.”

આ અહેવાલો અહીં અને અહીં જોઈ શકાય છે.

એનડીટીવીના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, “કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ સંગઠનાત્મક સભ્યો મોદી સરકારની નવમી વર્ષગાંઠ નિમિત્તે તેની મહિનાની વ્યાપક જનસંપર્ક કવાયતના ભાગ રૂપે દેશભરમાં પ્રચાર કરશે, જેને શાસક પક્ષના સમર્થનને વધારવા માટેના મેગા આઉટરીચ કાર્યક્રમ તરીકે પણ જોવામાં આવે છે. 2024ની લોકસભાની ચૂંટણીના સંદર્ભેનો આ અભિગમ છે.”

એમાં ઉમેર્યું છે કે, 31-મેથી શરૂ થયેલી એક મહિનાની લાંબી ડ્રાઇવ 30 જૂને પૂરી થશે.

રિપોર્ટ અનુસાર,  “ભાજપે (9090902024) મોબાઇલ નંબર પણ લૉન્ચ કર્યો છે જેના પર લોકો મિસ્ડ કોલ કરીને પાર્ટીને સમર્થન આપી શકે છે.”

આ અભિયાન સંબંધિત ભાજપની પ્રેસ રિલીઝ અહીં જોઈ શકાય છે.

અમે નંબર પર એક મિસ્ડ કૉલ આપ્યો, જેના પગલે અમને એક SMS (એસએમએસ) મળ્યો, જેમાં મોદી સરકારને અમારા સમર્થન બદલ આભાર માનવામાં આવ્યો અને એક લિંક અમને નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરતી વેબસાઇટ જોવા મળી.

ભાજપની સત્તાવાર વેબસાઇટ પર પણ મિસ્ડ-કોલ ઝુંબેશનો ઉલ્લેખ છે. આ સમાચાર અહેવાલો, BJPની પ્રેસ રિલીઝ અને વેબપેજ પર જોકે UCC માટે મિસ્ડ કૉલ અભિયાનનો કોઈ ઉલ્લેખ નથી.

અમે ભાજપનો સંપર્ક પણ કર્યો હતો અને અમને પ્રતિસાદ મળ્યા પછી આ લેખ અપડેટ કરીશું.

શા માટે UCCની ફરી ચર્ચા જાગી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુસીસીની જરૂરિયાત વિશે વાત કર્યા પછી ભાજપે યુસીસી પર પાર્ટી અને દેશમાં ચર્ચા શરૂ કરી છે . યુસીસીનો મુદ્દો, જે તમામ ધર્મોના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસા, જાળવણી અને મિલકતના ઉત્તરાધિકારને લગતા સમાન કાયદા સાથે સંબંધિત છે, તે પાર્ટી શરૂ થઈ ત્યારથી જ ભાજપના ચૂંટણી ઢંઢેરાનો ભાગ રહ્યો છે.

Also Read : Fact Check: ઇટલી G7 સમિટમાં પીએમ મોદી અને પોપ વચ્ચે ‘સ્પેશિયલ મીટિંગ’ થઈ?

Conclusion

મિસ્ડ-કોલ ઝુંબેશ કે જેમાં નરેન્દ્ર મોદી યુસીસી લાવવા સમર્થન માટે હિંદુઓને મોબાઇલ નંબર પર મિસ્‍ડ કૉલ આપવા આહવાન કરે છે એ દાવો ખોટો છે. આવી કોઈ ઝુંબેશ ચલાવવામાં નથી આવી રહી.

Result – False

Sources
India Today report, May 31, 2023
NDTV report, May 31, 2023
BJP press release, May 30, 2023
BJP official website
BJP webpage dedicated to the mass connect drive


( અહેવાલ ન્યૂઝચેકર ઇંગ્લિશના કુશલ એચએમ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં  અહીં ક્લિક કરો )

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.