Authors
Claim : બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં વાયરલ થયેલા વિડીયો
Fact : જુના અને અન્ય જગ્યાના વીડિયોને બિપરજોય વાવઝોડાના સંબંધમાં શેર કરવામાં આવેલ છે.
વાવાઝોડાથી સાવચેતી લેતા 37,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો સ્ટેન્ડ-બાય પર છે. વાવાઝોડું 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો અને તેની નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે. આ સંદર્ભમાં મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ન્યુઝચેકરે આવા બે વીડિયોની તપાસ કરી, અને તે ભ્રામક દાવા હોવાનું જણાયું છે.
Viral Video 1
બિપરજોય વાવાઝોડામાં ફૂંકાતા પવન વચ્ચે પતરાના શેડ માંથી છૂટું પડેલું પતરું એક માણસના માથે ટકરાઈ છે. યુઝર્સ ક્લિપ શેર કરતા ભારપૂર્વક કહી રહ્યા છે કે આ પાકિસ્તાનના સિંધમાં આવેલ કેટી બંદર છે, અને આ ઘટનાને ચક્રવાત બિપરજોય સાથે જોડવામાં આવેલ છે.
આવી પોસ્ટ્સ અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.
Fact Check
વાયરલ વિડીયોના કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા 11 મે 2022ના રોજ પ્રુડન્ટ મીડિયાની એક ફેસબુક પોસ્ટ જોવા મળે છે. અહીંયા, કૅપ્શન સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આ ઘટના કર્ણાટકની હોવાનું જણાવવામાં આવ્યુ છે.
આ ઉપરાંત, યુટ્યુબ ચેનલ “લવ ફ્રોમ ગોવા ન્યૂઝ” દ્વારા પણ 11 મે, 2022ના રોજ આ જ કેપ્શન સાથે વાયરલ ફૂટેજ શેર કરવામાં આવેલ છે. 10મે, 2022 ના રોજ @ANDALINFO દ્વારા અન્ય એક ફેસબુક પોસ્ટમાં વાયરલ ક્લિપને ચક્રવાત આસાની સાથે જોડવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, ચક્રવાત આસાની મે 2022માં આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું હતું.
આ વીડિયો કર્ણાટકનો છે કે ચક્રવાત આસાનીથી પ્રભાવિત રાજ્યોનો છે તે અમે સ્વતંત્ર રીતે જાણી શક્યા નથી. જો..કે આ વિડીયો 2022થી ઇન્ટરનેટ પર હાજર છે, આ ઘટનાને બિપરજોય ચક્રવાત સાથે ભ્રામક રીતે જોડીને શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : દરિયાઈ તોફાન વચ્ચે કંડલા પોર્ટ પર એક જહાજ ફસાયું હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
Viral Video 2
બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં અન્ય એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમુદ્રની સપાટી પર પ્રચંડ રેતીના તોફાનના દર્શ્યો જોવા મળે છે. ટ્વિટર યુઝર્સ આ વાવાઝોડું કરાચી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Fact Check
સમુદ્રની સપાટી પર પ્રચંડ રેતીના તોફાનના વાયરલ વિડિયોના કીફ્રેમ્સ રિવર્સ સર્ચ કરતા 5 જૂન 2023ના રોજ બાજા ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. ” ઇજિપ્તમાં કેટલાક વિસ્તારોમાં એક વિશાળ રેતીનું તોફાન જોવા મળ્યું હતું. આ તોફાન સુએઝ નહેરમાંથી પસાર થયું હતું અને ઇઝરાયેલ પહોંચ્યું હતું, જેના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ઘણા ઘાયલ થયા હતા.
7 જૂન, 2023 ના રોજ યુટ્યુબ ચેનલ ડિઝાસ્ટર કમ્પિલેશન્સ દ્વારા ઇજિપ્તમાં સુએઝ કેનાલને અથડાતા “વિશાળ ધૂળના તોફાન”નો વિડીયો પણ શેર કરવામાં આવેલ છે.
વાયરલ ક્લિપ અંગે BBC દ્વારા 2 જૂન, 2023 ના રોજના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “ઓનલાઈન પોસ્ટ કરાયેલ આ વિડિયો સુએઝ કેનાલની આસપાસ રેતીનું તોફાન દર્શાવે છે, જેના કારણે બે બંદરો બંધ કરી દીધા હતા. અને ઇજિપ્તના અનેક વિસ્તારો ધૂળ અને રેતીના વાદળોથી પ્રભાવિત થયા હતા. ઇજિપ્તમાં રેતીના તોફાન અંગેના અન્ય અહેવાલો અહીં ,અહીં અને અહીં જોઈ શકાય છે .
Conclusion
બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ બન્ને વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. જુના અને અન્ય જગ્યાના વીડિયોને બિપરજોય વાવઝોડાના સંબંધમાં શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Report By Times Of India, Dated February 4, 2023
Report By CNN, Dated February 6, 2023
Tweet By @USCGPacificNW, Dated February 4, 2023
Facebook Post By Prudent Media, Dated May 11, 2022
Facebook Post By @ANDALINFO, Dated May 10, 2022
Report By Baja News, Dated June 5, 2023
YouTube Video By Disaster Compilations, Dated June 7, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044