Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
26 જાન્યુઆરીએ, દિલ્હીના લાલ કિલ્લા સહિત રાજધાનીમાં અન્ય સ્થળોએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થતી ઉપદ્રવને કારણે દિલ્હી પોલીસના સેંકડો જવાનો ઘાયલ થયા હતા. જે બાદ દિલ્હી પોલીસ વધુ સજાગ બની હતી. તેથી, કોઈ પણ હિંસા ન થાય તે માટે પોલીસે દિલ્હીની સરહદો પર સુરક્ષા વધારી દીધી છે. આવી સ્થિતિમાં પોલીસે સુરક્ષા વધારવા માટે લોખંડના કાંટાળા તાર અને બેરીકેડિંગનો ઉપયોગ કર્યો છે.
જે સંદર્ભે ઇન્ટરનેટ પર કેટલાક ટ્રેક્ટરની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં આ ટ્રેક્ટરોમાં સ્ટીલ વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રેકટરોનો ઉપયોગથી બોર્ડર પર કરવામાં આવેલ બેરિકેડિંગ હટાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક અને ટ્વીટ પર હાલના ખેડૂત આંદોલન સાથે જોડી આ તસ્વીરો શેર કરવામાં આવી છે.
Factcheck / Verification
સોશિયલ મીડિયા પર ટ્રેકટરોની તસવીરો શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે સરકાર સરકારની ગોઠવણો સામે લડવા તૈયાર છે. ખેડુતોએ હવે તેમના ટ્રેક્ટરમાં રબર વ્હીલ્સની જગ્યાએ સ્ટીલ વ્હીલ્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે જેથી ખિલ્લાઓ અને વાયર પાર કરી શકાય.
જયારે વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ સાથે શોધતા નીચે મુજબના પરિણામો જોવા મળે છે.
તપાસ દરમિયાન, પ્રથમ વાયરલ તસવીર rollerman નામની વેબસાઇટ પર જોવા મળે છે. આ તસ્વીર 5 વર્ષ પહેલા આ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી.
આ પછી, અમે ગૂગલ પર રિવર્સ ઇમેજ ટૂલ દ્વારા અન્ય શોધ કરતા gruberfamilyhistory નામના બ્લોગ પર બીજી તસ્વીર જોવા મળે છે. આ અહેવાલ મુજબ જોન ડીઅર ટ્રેક્ટરના 1930 ના મોડેલની આ તસ્વીર છે.
ત્રીજી વાયરલ તસ્વીર 27 જૂન, 2013 ના રોજ Bontrager Entertainment નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલ વિડિઓ જોવા મળે છે. જેમાં ઘણા વર્ષો જુના ટ્રેકટર વિશે માહિતી આપે છે અને જેનો ખેડૂત આંદોલન સાથે તેનો કોઈ સંબંધ નથી.
Small Scale IndustrY Ideas દ્વારા 2019માં યુટ્યુબ પર અપલોડ કરેલ વિડિઓમાં ચોથી વાયરલ તસ્વીર મળી હતી. જેનો પણ હાલના ખેડૂત આંદોલન સાથે પણ સંબંધિત નથી.
Conclusion
તપાસ દરમિયાન અમને ઉપરોક્ત તથ્યોથી જાણવા મળ્યું કે રબરના પૈડાં વિના ટ્રેકટરોની આ વાયરલ તસ્વીરો વર્તમાન ખેડૂત આંદોલનની નથી. શેર કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ ઘણા વર્ષો જુના છે અને વર્તમાન ખેડૂત આંદોલન સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યા છે.
Result :- Misleading
Our Source
Small Scale IndustrY Ideas
Bontrager Entertainment
gruberfamilyhistory
rollerman
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.