Authors
Claim : અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો
Fact : વાયરલ થયેલો વિડીયો ખરેખર નાગપુરમાં કોરાડી ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિર છે.
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો જોવા મળી રહ્યા છે. ફેસબુક યુઝર્સ “રામ મંદિર અયોધ્યા અંદરનો ભવ્ય નજારો” ટાઇટલ સાથે આ વિડીયો શેર કરી રહ્યા છે.
Fact Check / Verification
અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો સાથે વાયરલ થઈ રહેલ વિડિયોને કાળજીપૂર્વક તપાસ કર્યા પછી નાગપુર એક્સપિરિયન્સ નામનો વોટરમાર્ક અને યુટ્યુબનો લોગો જોવા મળે છે. આ અંગે કીવર્ડ સર્ચ કરતા 8 જુલાઈ 2023ના રોજ અપલોડ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ આ વિડીયો નાગપુરના કોરાડી રામ મંદિરમાં ફિલ્માવવામાં આવ્યો હતો.
આ અંગે વધુ તાસ તા અપલોડ કરાયેલ સમાન વાયરલ વિડિયો જોવા મળે છે, જે પુષ્ટિ કરી છે કે વીડિયો નાગપુરના કોરાડી રામ મંદિરમાં શૂટ કરવામાં આવ્યો હતો.
કોરાડી મંદિર મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ એક પ્રખ્યાત મહાલક્ષ્મી મંદિર છે. ભારતીય વિદ્યા ભવન, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના પ્રસાર તરફ કામ કરતી સંસ્થાએ નાગપુરમાં કોરાડી ખાતે સાંસ્કૃતિક કેન્દ્ર ખોલ્યું છે. વિવાદિત વિડિયો આ સાંસ્કૃતિક કેન્દ્રના રામાયણ દર્શન હોલમાં ફિલ્માવવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કેન્દ્ર બે માળ ધરાવે છે, દરેક 14,760 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. પ્રથમ માળ જે ‘રામાયણ દર્શનમ હોલ’ તરીકે ઓળખાય છે, તેમાં 120 અદભૂત ચિત્રો છે જે તુલસી રામાયણ અને વાલ્મીકિ રામાયણના નોંધપાત્ર એપિસોડને દર્શાવે છે. ભગવાન રામના જન્મથી લઈને તેમના રાજ્યાભિષેક સુધીના જીવનને સુંદર રીતે પ્રદર્શિત કરે છે અને ભારત અને વિદેશમાં તેના પ્રભાવને પણ દર્શાવે છે.
Conclusion
અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર નાગપુરમાં કોરાડી ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિર છે. અહીંયા સાંસ્કૃતિક કેન્દ્ર હોલમાં આવેલ રામાયણ દર્શનના ચિત્રોને અયોધ્યાનું રામ મંદિર હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Report published on Nagpur Today on July 5, 2023
YouTube video uploaded by Nagpur Experience on July 8, 2023
Website of the Sanskritik Kendra, Bharatiya Vidya Bhavan, Nagpur
આ પણ વાંચો : અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો અંગે ન્યુઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044