Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
1981માં પબ્લિશ થયેલ એક બુકમાં કોરોના વાઇરસનો અટેક 2020માં થવાનો છે ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
વેરિફિકેશન :-
“the eye of darkness” નામની બુક જે 1981માં પબ્લિશ થયેલ છે, જેમાં કોરોના વાઇરસનો અટેક 2020માં વુહાન શહેરથી શરૂ થશે. સોશિયલ મીડિયા પર લોકો આ દાવા સાથે બુકના કેટલાક પેજના સ્ક્રીન શોટ પોસ્ટ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ દાવો કરતી બુકમાં એક પેજ પર વુહાન-400 નામના વાઇરસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Koontz દ્વારા લખવા આવેલ આ બુકના કેટલાક વાક્યોને હાઈ લાઈટ કરી તેની તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જે વાક્યોમાં વુહાન-400 કહેવામાં આવતા વાઇરસ વુહાન શહેરની બહાર RDNA લેબમાં બનાવવામાં આવ્યો હતો. આ જ બુકના કેટલાક પેજ પર વર્ષ 2020 અને નિમોનિયા જેવી ગંભીર બીમારીના પ્રકોપનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આ દાવો ભ્રામક છે કેમકે Koontz દ્વારા લખવા આવેલ આ બુક 1981માં ફિક્શન એટલેકે આ એક મન ઘડત વાત છે, જેમાં વુહાન-400 અને ચીનના શહેરનો ઉલ્લેખ કરવમાં આવ્યો છે. જયારે હાલ કોરોના COVID-19 વાઇરસ હકીકતમાં ફેલાયો છે. આ ઉપરાંત બુકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વુહાન-400 તે સમયની સૌથી મહત્વપૂર્ણ અને ખતરનાક બાયોલિજીકલ વેપન સાબિત થશે, જે વુહાન શહેરની બહાર એક લેબમાં બનાવવામાં આવશે.
પરંતુ અહીંયા એ વાતનું કોઈ પ્રમાણ નથી કે કોરોના વાઇરસ એક લેબમાં બનાવવામાં આવ્યો હતો, મનાવામાં આવે છે કે ગત વર્ષેના અંતમાં વુહાનના એક ફૂડ માર્કેટમાં આ વાઇરસ ઉત્પન્ન થયો છે, જે કોઈ અવૈદ્ય વન્ય અંથવા તો જળચર જીવ દ્વારા ફેલાયો છે. જયારે સ્વાસ્થ્ય વિષેસજ્ઞોનું માનવું છે કે આ ચામાચીડિયાની અન્ય પ્રજાતી માંથી ઉત્ત્પન થયો છે.
Koontzની બુક વુહાન-400માં વાઇરસના જે લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે કોરોના વાઇરસથી બિલકુલ અલગ છે. બુકમાં જે વુહાન-400 વાઇરસની વાત કરવામાં આવી છે તેના સંક્ર્મણમાં આવતા મનુષ્યની આયુષ્ય માત્ર 4 કલાકનુ રહે છે. જયારે COVID-19ના સંક્ર્મણમાં આવ્યા બાદ 1-14 દિવસનો સમય રહે છે. Koontzના ઉલ્લેખ પ્રમાણે આ વાઇરસની અસર 100% રહશે અને બચાવની સંભાવના નહિવત રહેશે. માત્ર 20 કલાકમાં કોઈપણ નહીં બચી શકે. જયારે WHOના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી મોત થવાનો રેશિયો 2% થી 4% છે.
1981માં લખવામાં આવેલ બુક the eye of darknessના પહેલા એડીશનમાં આ કાલ્પનિક વાઇરસને કોઈ ચીની શહેરના નામ પરથી નામ આપવામાં આવ્યું નથી. પરંતુ રશિયન એડિશનમાં આ વાઇરસનું નામ ગોર્કી-400 આપવામાં આવ્યું હતું, જેમાં આ વાઇરસ ગોર્કી શહેરની બહાર બનાવવામાં આવ્યો હતો અને તેનો અર્થ હતો કે સોવિયેટ યુનિયન પાસે આ ખતરનાક બાયોલોજીકલ વેપન હશે.
સાઉથ ચાઈના મોર્નીગ પોસ્ટના અનુસાર 1989માં આ બુકને ફરી પબ્લિશ કરવામાં આવી જેમાં વાઇરસનું નામ શીત યુદ્ધની સમાપ્તિ બાજુ કરવામાં આવ્યું હતું, આ પહેલા ગોર્કી-400ના નામ પર શામેલ હતું। પરંતુ આ એડિશનમાં Koontzએ પોતાનું નામ લેહ નિકોલસ વાપરવાના બદલે પોતાના વાસ્તવિક નામ અને વુહાન-400 વાઇરસ નામ પરથી પબ્લિશ કરવામાં આવી હતી.
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને તસ્વીર ભ્રામક હોવાનું સાબીત થાય છે, કેમકે બુકમાં ઉલ્લ્લેખ કરવામાં આવેલ વાઇરસ વુહાન-400 એક કાલ્પનિક નામ અને વાર્તા છે. આ બુકમાં ઉલ્લેખ કરવામાં આવેલ વાઇરસ અને વર્ષ એક સંજોગ માત્ર છે જે 2019માં કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાં ફેલાયો છે. સોશિયલ મીડિયામાં આ બુકના કેટલાક પેજ અને કેટલાક વાક્યોને હાઈલાઈટ કરી ભ્રામક ખબરો ફેલાવવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
WHO
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.