Authors
આ સપ્તાહમાં સોશિયલ મીડિયા અને ન્યૂઝચેકરની વૉટ્સઍપ ટિપલાઇન પર મનમોહન સિંહનો રોકાણ માટેની યોજનાનો પ્રચાર કરતો ખોટો ડીપફેક વીડિયોથી લઈને બેંગ્લુરુ મહાલક્ષ્મી હત્યા કેસમાં કોમી પરિબળ હોવા સહિતના દાવા વાઇરલ થયા. જે અમારી તપાસમાં ખોટા પુરવાર થયા છે. સાથે સાથે પાકિસ્તાનનો ત્રણ વર્ષ જૂનો મંદિરમાં તોડફોડનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાના દાવા સાથે વાઇરલ થયો તે પણ અમારી તપાસમાં દાવો ખોટો પુરવાર થયો. વળી જસ્ટિસ દલવીર ભંડારી આઈસીજેના મુખ્ય ન્યાયાધિશ નિમાયા હોવાના દાવો કરતો વાઇરલ મૅસેજ પણ અમારી તપાસમાં ખોટો સાબિત થયો છે. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
ઈન્વેસ્ટમેન્ટ સ્કીમનો પ્રચાર કરતા મનમોહન સિંહનો વાયરલ વીડિયો ડીપફેક છે
સોશિયલ મીડિયામાં ભૂતપૂર્વ મનમોહન સિંહ રોકાણમાટેની સ્કીમનો પ્રચાર કરી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જોકે, આ વીડિયો ન્યૂઝચેકરને ડીપફેક હોવાનું જણાયું છે. તપાસમાં વીડિયો અને ઑડિયો બંને એઆઈ થકી જનરેટ થયા છે આથી તે ડીપફેક હોવાનું પુરવાર થયું.
વધુ અહેવાલ અહીં વાંચો.
બેંગલુરુ મહાલક્ષ્મી હત્યા કેસમાં કોઈ સાંપ્રદાયિક પરિબળ સામેલ નથી, જાણો સત્ય
તાજેતરમાં બેંગલુરુ મહાલક્ષ્મી હત્યા કેસને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને ઘણા સમાચાર આઉટલેટ્સ દ્વારા એવી રીતે શેર કરવામાં આવ્યો હતો કે, મહાલક્ષ્મીનાં મુસ્લિમ પ્રેમી અશરફે તેમની હત્યા કરી અને શરીરના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા. અમારી તપાસમાં દાવો ખોટો પુરવાર થયો છે.
વધુ અહેવાલ અહીં વાંચો.
શું જસ્ટિસ દલવીર ભંડારી ICJના ચીફ જસ્ટિસ તરીકે ચૂંટાયા છે? શું છે સત્ય
જસ્ટિસ દલવીર ભંડારીને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)ના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હોવાનો દાવો કરતો મૅસેજ પ્રાપ્ત થયો છે. વધુમાં મરાઠી સહિતની ભાષાઓમાં પણ આ મૅસેજ આ પ્રકારના સંબંધિત દાવા સાથે ભૂતકાળમાં વાઇરલ થયો હતો. દાવો તપાસમાં ખોટો પુરવાર થયો છે.
વધુ અહેવાલ અહીં વાંચો.
પાકિસ્તાનનો 3 વર્ષ જૂનો વીડિયો બાંગ્લાદેશના મંદિરમાં તોડફોડના ખોટા દાવા સાથે વાઇરલ
બાંગ્લાદેશમાં હિંદુ મંદિર તોડવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જેની સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઉપરોક્ત દાવા સાથે અમને મોકલવામાં આવે છે અને તેની ફેક્ટ ચેક માટે વિનંતી કરવામાં આવેલ છે. પરંતુ તે પાકિસ્તાનનો જૂનો વીડિયો નીકળ્યો.
વધુ અહેવાલ અહીં વાંચો.
Read Also – Fact Check: બેંગલુરુ મહાલક્ષ્મી હત્યા કેસમાં કોઈ સાંપ્રદાયિક પરિબળ સામેલ નથી, જાણો સત્ય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044