Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
તામિલનાડુંમાં મોદી દ્વારા એક રોડ-શો કરવામાં આવ્યો અને જેમાં તામિલનાડુમાં પણ મોદીની લોકપ્રિયતા દર્શાવતો બે વર્ષ જૂનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
વેરિફિકેશન :-
હાલ થોડા દિવસ પહેલા પીએમ મોદી અને ચિની પીએમની મુલાકાત તામિલનાડુમાં હતી, તે દરમિયાન મોદી દ્વારા એક રોડ-શો કરવામાં આવ્યો અને જેમાં તામિલનાડુમાં મોદીની લોકપ્રિયતા દેખાડતો એક વિડિઓ અનેક સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
Those who think Modi’s popularity in Tamilnadu is a myth must watch this video.
The madi magic is sure to leave you spellbound! #DontGoBackModi #NarendraModipic.twitter.com/M2gGKtGiRF
— Geetika Swami (@SwamiGeetika) October 12, 2019
જયારે અમે આ વાયરલ વિડિઓની હકીકત જાણવા માટે ગુગલ કીવર્ડની મદદથી તપાસ શરૂ કરી ત્યારે ફેસબુક પાર નમો ઇન્ડિયા નામના પેજ પર આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘જે લોકો માને છે કે મોદીની નામના તામિલનાડુમાં નથી તે લોકો આ વિડિઓ ખાસ જુઓ’ #don’tgobackmodi
ટ્વીટર પર અમે કીવર્ડની મદદથી તાપસ શરૂ કરી ત્યારે આ વાયરલ વિડિઓ ખોટા દાવા સાથે આવા ઘણા એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
Those who think Modi’s popularity in Tamilnadu is a myth must watch this video.
The madi magic is sure to leave you spellbound! #DontGoBackModi #NarendraModipic.twitter.com/wgxr62rctM
— Ashish Srivastava (@ashishsri2018) October 12, 2019
જયારે આ વિડિઓને ધ્યાન પૂર્વક જોવા બાદ અને ગુગલ એડવાન્સ સર્ચ બાદ યૂટ્યૂબ પર 14 ડિસેમ્બર 2017માં પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કરવામાં આવેલી રેલીનો વિડિઓ છે જે આજે ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
નિષ્કર્ષ :- આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા તમામ દાવાઓ ખોટા સાબિત થયા છે અને આ એક ફેક ન્યુઝ તરીકે ફેલાવવામાં આવી રહી છે.
વાપરવામાં આવેલા ટુલ્સ
- ગુગલ કીવર્ડ સર્ચ
- ફેસબુક એડવાન્સ સર્ચ
- ટ્વીટર સર્ચ
- યૂટ્યૂબ સર્ચપરિણામ :- ફેક ન્યુઝ(ખોટા દાવા)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.