Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
પ્રધાનમંત્રી મોદીના ભાભીનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. આ દાવા સાથે પીએમ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીના ધર્મપત્નિની તસ્વીર શેયર કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર આ દાવો આ પ્રમાણે વાયરલ કરવામાં આવ્યો છે,” #प्रधानमंत्री मोदी जी की #भाभी भगवती बेन मोदी की कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से #मृत्यु हो गई वो #प्रहलाद भाई मोदी की #धर्मपत्नी थी”
Fact check :-
આ વાયરલ દાવાની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ 1 મેં 2019ના રોજ પીએમ મોદીના ભાભીનું અવસાન થયેલ સાબિત થાય છે.
આ ઉપરાંત યુટ્યુબ પર ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ મળી આવે છે, જે 1 મેં 2019ના રોજ આ અવસાન થયેલ હોવાનું સાબિત કરે છે.
Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામો સાબિત કરે છે, પીએમ મોદીના ભાભી ભગવતી બેન એટલેકે પ્રહલાદભાઈ મોદીના ધર્મપત્નિનું અવસાન 1 મેં 2019ના રોજ થયેલ છે. જયારે સોશ્યલ મીડિયા પર આ તસ્વીર સાથે 9 મેં 2020ના રોજ અવસાન થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ કરવામાં આવ્યો છે.
source :-
facebook
twitter
youtube
news report
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.