Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
સાયક્લોન નિસર્ગ પર zee 24 કલાકના ફેસબુક પેઈજ પર એક વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે “‘નિસર્ગ’ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટક્યું, જુઓ આફતના ભયાનક દ્રશ્યો” આ વિડિઓમાં દરિયામાં એક વંટોળ બની રહ્યો હોવાના દર્શ્યો જોવા મળે છે.
fact check :-
આ ફેસબુક પોસ્ટ વિડિઓની સત્યતા તપાસવા માટે રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં યુટ્યુબ પર આ ઘટનાનો વિડિઓ ઓક્ટોબર 2019ના રોજ પબ્લિશ કરવામાં આવ્યો છે. સાથે જ આ સાયક્લોન નિસર્ગ નહીં પરંતુ “સાયક્લોન ક્યાર” જે ગત વર્ષે ઓક્ટોબર 2019માં આવેલ હતું તેના દર્શ્યો હોવાનું સાબિત થાય છે.
ત્યારબાદ સાયક્લોન ક્યાર વિષયે સર્ચ કરતા કેટલાક ન્યુઝ મળી આવે છે, જે મુજબ આ વાવાઝોડુ અરેબિયન મહાસાગરમાં આવેલ હતું. તેમજ ભારતમાં કર્ણાટક નજીક વધુ અસર થયેલ હતી.
Conclusion :-
વાયરલ વિડિઓ પર મળતા પરિણામ સાબિત કરે છે કે આ ઘટના સાયક્લોન નિસર્ગ નહીં પરંતુ સાયક્લોન ક્યાર સમયની છે. જે ઓક્ટોબર 2019માં આવેલ હતું, જે ઘટનાને હાલ સાયક્લોન નિસર્ગના નામ સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
source :-
youtube
news reports
પરિણામ :- ભ્રામક દાવો (misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.