Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર, અભિનેતા જાવેદ હૈદર પણ અન્ય કલાકારોની જેમ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આમિર ખાન સાથે ‘ગુલામ’માં કામ કરી ચૂકેલા જાવેદ હૈદર પણ પૈસાની તંગી સામે જજૂમી રહ્યા છે. પેટ ભરવા માટે હાલ તેઓ શાકભાજી વેંચી રહ્યા છે. વગેરે દાવા સાથે સોશ્યલ મીડિયા પર વિડિઓ તેમજ તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે.
જાવેદ હૈદર પોતે શાકભાજી લારી ચલાવતા હોય તેવો વિડિઓ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.
જે વિડિઓ એક્ટ્રેસ ડોલી બિન્દ્રા દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, “આ એક એક્ટર હતો આજે તે શાકભાજી વહેંચવા મજબુર બન્યો છે”
ડોલી બિન્દ્રા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ પરથી અનેક ન્યુઝ સંસ્થાનો દ્વારા આ ઘટના પર આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યા હતા.
Fact check :-
વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા મુંબઈ મિરર દ્વારા આ ઘટના પર પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. જ્યાં જાવેદ હૈદર દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિડિઓ માત્ર ટિક્ટોક માટે બનાવ્યો હતો, હું હકીકતમાં શાકભાજી નથી વહેંચી રહ્યો. વિડિઓ માત્ર મારા ફોલોવર્સને લોકડાઉનમાં ઉત્સાહ વધારવા માટે રેકોર્ડ કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ જે ન્યુઝ સંસ્થાન Hindustan times અને News 18 India દ્વારા શાકભાજી વહેંચવાની ખબરો ચલાવવામાં આવી તેને સુધારો કરવામાં આવ્યો અને આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યા.
આ મુદ્દે 30 જૂનના newschecker- english ટિમ દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું.
Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામ સાબિત કરે છે, એક્ટર જાવેદ હૈદર પર વાયરલ થયેલ વિડિઓ માત્ર મનોરંજન અને મોટિવેશન માટે બનાવવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા અને કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ વિડિઓ ભ્રામક દાવા સાથે અવયરલ કરવામાં આવ્યો છે. આ ઘટના પર ખુદ જાવેદ હૈદર દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે, કે તેઓ શાકભાજી નથી વહેંચી રહ્યા માત્ર ટિક્ટોક માટે બનાવવામાં આવેલ વિડિઓ છે.
- Tools :-
- News Reports
- Keyword Search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.