Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
CM યોગી આદિત્યનાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાની વાત કરી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે. વાયરલ વીડિઓમાં આદિત્યનાથ કહી રહ્યા છે કે “શાહરૂખ ખાન અન્ય લોકોની જેમ ભારત વિરોધી અવાજ ઉઠાવી રહ્યો છે અને તેણે યાદ રાખવું જોઈએ કે જો દેશનો બહુમતી સમાજ તેની ફિલ્મોનો બહિષ્કાર કરશે તો તે રસ્તા પર આવી જશે.” તેમજ વીડિયોના અંતમાં યોગી તો ત્યાં સુધી કહે છે કે શાહરૂખ ખાન અને આતંકી હાફિઝ સઈદની ભાષામાં કોઈ ફરક નથી.
ફેસબુક પર “બૉલીવુડ ના હકલા ભાંડ નેં ચેતવણી આપતાં ગુરુજી ઍ કીધું છેં કે તમેં bjp નો વિરોધ કરતા કરતા રાષ્ટ્ર ના વિરોધી થતા જાવ છોવ અને આંતર રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્ર ની છબી ખરાબ કરો છો જે કદાપિ યોગ્ય નથી” ટાઇટલ સાથે ANIનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. ટ્વીટર, વોટસએપ અને અન્ય પ્લેટફોર્મ પર વાયરલ વિડિઓ “શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ ન જોવાનો બાબાજીનો સંદેશ. છેલ્લે સુધી ધ્યાનથી સાંભળો” ટાઇટલ સાથે વાયરલ થયેલ છે.
ખરેખર, શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. યશરાજ બેનરની આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ શકે છે. થોડા દિવસો પહેલા શાહરૂખ ખાને પણ ‘પઠાણ’ ફિલ્મનો ઉલ્લેખ કરતા પોતાની એક તસ્વીર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો આગાઉ ‘પઠાણ’ ફિલ્મ પર રક અન્ય અફવા ફેલાઈ હતી. જે મુજબ, જો ફિલ્મ ફ્લોપ થશે તો શાહરુખ ખાનને પોતાનું ઘર વહેંચવું પડશે. હવે આ એપિસોડમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથે ‘પઠાણ’ફિલ્મ ના જોવા માટે સંદેશ આપ્યો છે.
આ પણ વાંચો :- CM કેજરીવાલ શહીદ ભગતસિંહ સ્મારક ખાતે બુટ પહેરીને પહોંચ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
Fact check / Verification
યોગી આદિત્યનાથ દ્વારા શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ નો બહિષ્કાર કરવા સંદેશ આપ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર ANI દ્વારા નવમેબર 2015ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે.
જે મુજબ,વર્ષ 2015માં શાહરૂખ ખાને દેશમાં વધી રહેલ અસહિષ્ણુતા પર આપેલા નિવેદનને કારણે વિવાદ ઉભો થયો હતો . શાહરૂખે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે તે વાતનું સમર્થન કર્યું હતું. આ ઘટના બાદ, શાહરૂખ ભાજપના ઘણા નેતાઓના નિશાના પર આવી ગયા હતા. આ ક્રમમાં યોગી આદિત્યનાથ પણ તેમાંના એક હતા. શાહરૂખની સરખામણી હાફિદ સઈદ સાથે કરવાનું યોગીનું આ નિવેદન ચર્ચામાં આવ્યું હતું. નોંધનીય છે કે યોગી તે સમયે યુપીના સીએમ ન હતા.
મળતી માહિતીના આધારે ઘટા અંગે ગુગલ સર્ચ કરતા 2015માં livehindustan, navbharattimes અને zeenews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, ભાજપના સાંસદ યોગી આદિત્યનાથે અસહિષ્ણુતા પર શાહરૂખ ખાનના નિવેદન અને હાફિઝ સઈદને પાકિસ્તાનમાં રહેવાના આમંત્રણ પર આકરી પ્રતિક્રિયા આપી છે. યોગીએ કહ્યું કે શાહરૂખ અને હાફિઝની ભાષા એક જ છે.
નોંધનીય છે કે યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલ આ વાયરલ નિવેદન તે સમયથી છે જ્યારે ફિલ્મ ‘પઠાણ’ની કોઈ ચર્ચા ન હતી. અમને એવા કોઈ સમાચાર પણ મળ્યા નથી કે યોગીએ ‘પઠાણ’ ફિલ્મને લઈને આ પ્રકારે નિવેદન આપ્યું હોય.
Conclusion
યોગી આદિત્યનાથનો 7 વર્ષ જૂનો ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. 2015માં બનેલ બનાવ અંગે યોગીએ આકાર શબ્દોમાં નિવેદન આપ્યું હતું, જે સમયે યોગી આદિત્યનાથ માત્ર એક સાંસદ હતા. યોગી આદિત્યનાથ દ્વારા શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ નો બહિષ્કાર કરવા સંદેશ આપ્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે.
Result :- False Context/False
Our Source
YouTube video of ANI
Reports of The Indian Express and Hindustan Times
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.