Authors
Claim – શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેએ 1992ના રમખાણોમાં પાર્ટીની ભાગીદારી માટે મુસ્લિમ નેતાઓની માફી માંગી હતી. એમ એક અખબારના અહેવાલમાં જણાવાયું છે.
Fact – વાયરલ ન્યૂઝ ક્લિપિંગ બનાવટી છે.
સોશિયલ મીડિયામાં શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેએ 1992ના રમખાણોમાં પાર્ટીની ભાગીદારી માટે મુસ્લિમ નેતાઓની માફી માંગી હતી. એમ એક અખબારના અહેવાલમાં જણાવાયું હોવાનો દાવો વાઇરલ થયેલ છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓનું મતદાન થયેલ છે અને હવે પરિણામો આવવાના છે, તે સમયે ફરી રાજ્યના નેતાઓ અને પક્ષો વિશે આ રીતે વાઇરલ દાવો સામે આવ્યો છે.
આવી પોસ્ટ અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
Fact Check/Verification
દાવાની તપાસમાં અમે “ઉદ્ધવ ઠાકરે,” “1992ના રમખાણો,” “મુસ્લિમો” અને “માફી” માટેના ગૂગલ કીવર્ડ સર્ચમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતાએ આવું કોઈ નિવેદન આપ્યું હોય તેવો કોઈ વિશ્વસનીય અહેવાલ મળ્યો નથી.
કથિત સમાચાર ક્લિપિંગનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવા પ, અમે નોંધ્યું કે તે “ રાષ્ટ્રીય ઉજાલા ” (રાષ્ટ્રીય ઉજાલા) પ્રકાશનના એક ‘પ્રણવ ડોગરા’ દ્વારા કરાયેલ છે.
એક કીવર્ડ લઈને અમે ગૂગલ પર “રાષ્ટ્રીય ઉજાલા ” સર્ચ કર્યું જે અમને એક વેબસાઇટ તરફ દોરી ગયું. અમે વેબસાઈટ મારફતે સ્કિમિંગ કર્યું પરંતુ આવા કોઈ સમાચાર લેખ મળ્યા નથી.
જો કે, અમને ઠાકરે વિશેના “ખોટા અને દૂષિત સમાચાર” “રાષ્ટ્રીય ઉજાલાને ખોટી રીતે આભારી” તરીકે ઓળખાવતી નોંધ મળી. જેમાં લખ્યું છે, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, અમારા પ્રકાશનનો આ બનાવટી માહિતી સાથે કોઈ સંબંધ નથી.”
અમે 19 નવેમ્બર, 2024ની તારીખે @dainkrashtriyaujala દ્વારા રાષ્ટ્રિય ઉજાલા અખબારના નામ હેઠળ પ્રસારિત થતી “નકલી સમાચાર ક્લિપિંગ્સ” વિશેની ફેસબુક પોસ્ટ પણ જોઈ. જેમાં સ્પષ્ટતા છે કે, “તે સ્પષ્ટ કરવામાં આવે છે કે પત્રકારો પ્રણવ ડોગરા અને અંકિત પાઠકનો અમારા અખબાર સાથે કોઈ સંબંધ નથી.”
ન્યૂઝચેકર સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી કે આવી મીટિંગ થઈ છે કે નહીં. જોકે, પ્રકાશકે સ્પષ્ટતા કરી છે કે વાયરલ ન્યૂઝ ક્લિપિંગ નકલી છે.
Conclusion
આથી, 1992ના રમખાણો અંગે ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ નેતાઓની માફી માગી હોવાનું જણાવતી વાયરલ ન્યૂઝ ક્લિપિંગ બનાવટી હોવાનું જણાયું હતું.
Result: False
Sources
Rashtriya Ujala Website
Facebook Post By @dainkrashtriyaujala, Dated November 19, 2024
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી વસુધા બેરી દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044