Authors
Claim – બાંગ્લાદેશમાં ટોળા અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં ઇસ્કોનના ચિન્મય દાસનો બચાવ કરી રહેલા વકીલની હત્યા થઈ ગઈ.
Fact – મૃતક વકીલ જેમની ઓળખ સૈફુલ ઈસ્લામ અલીફ તરીકે થઈ છે તેઓ ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસના વકીલ નહોતા અને કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ નહોતા કરતા.
બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું કથિતપણે અપમાન કરવાના આરોપમાં સોમવારે ઇસ્કોનના પાદરી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો છે. કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા પછી મંગળવારે તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ અથડામણ થઈ હતી જેમાં સૈફુલ ઇસ્લામ અલીફ નામના વકીલનું મોત થયું હતું.
ઘટનાના તુરંત બાદ ગુજરાત સમાચાર, ગુજરાત મિરર, રિપબ્લિક , ફર્સ્ટપોસ્ટ અને ઓપઈન્ડિયા જેવા અનેક સમાચાર આઉટલેટ્સે અહેવાલ પ્રકાશિત કર્યાં હતા કે બાંગ્લાદેશમાં હિંદુ પૂજારીનો બચાવ કરી રહેલા વકીલનું અથડામણમાં મોત થયું છે. સોશિયલ મીડિયા પર પણ આ દાવો વાઇરલ હતો.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
Fact Check/Verification
દાવાની તપાસમાં બંગાળીમાં “ચિન્મય કૃષ્ણ દાસ,” “વકીલ” અને “મૃત” ગૂગલ કીવર્ડ સર્ચ અમને 27 નવેમ્બર-2024ના રોજ વ્યુઝ બાંગ્લાદેશના અહેવાલ તરફ દોરી ગઈ. બાંગ્લાદેશના મુખ્ય સલાહકારની પ્રેસ વિંગના નિવેદનને ટાંકીને તે અહેવાલ જણાવે છે કે, ઇસ્કોનના સ્વામિના પ્રતિનિધિત્વ કરતા વકીલના મૃત્યુ અંગેનો વાયરલ દાવો ખોટો હતો.
અમે પછી બાંગ્લાદેશ CA પ્રેસ વિંગ ફેક્ટ્સનું અધિકૃત ફેસબુક એકાઉન્ટ જોયું અને દાવા સંબંધિત સંપૂર્ણ નિવેદન મળ્યું.
પોસ્ટમાં જણાવાયું છે, “કેટલાક ભારતીય મીડિયા દાવો કરી રહ્યા છે કે, વકીલ સૈફુલ ઇસ્લામ અલીફ, જેની આજે ચટ્ટગામમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે ચિન્મય કૃષ્ણ દાસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. દાવો ખોટો છે અને ખોટા ઈરાદાથી ફેલાવવામાં આવી રહ્યો છે. ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયેલ વકલત્નામામાં દર્શાવવામાં આવ્યું છે કે એડવોકેટ સુબાશીષ શર્મા તેમના વકીલ છે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ ઉશ્કેરણીજનક અને ખોટા અહેવાલથી દૂર રહે.”
કોર્ટમાં રજૂ કરાયેલા વકાલતનામા (કાનૂની દસ્તાવેજ)માં પણ દાસના વકીલ તરીકે એક “સુબાશીશ શર્મા”ની યાદી છે. તે નીચે જોઈ શકાય છે.
શફીકુલ આલમ , મુખ્ય સલાહકાર કાર્યાલયના પ્રેસ સચિવ – CAO, બાંગ્લાદેશે પણ વાઇરલ દાવાને ખોટી માહિતી ગણાવી કહ્યું, “છેલ્લી રાતે એ વાતનો ખુલાસો કરવામાં ઘણો સમય લાગ્યો કે માર્યા ગયેલા વકીલ સૈફુલ ઇસ્લામ અલીફ ચિન્મય કૃષ્ણ દાસના વકીલ નથી. અમે પબ્લિક પ્રોસિક્યુટર્સ સહિત ચિત્તાગોંગમાં અડધો ડઝન વકીલો સાથે વાત કરી અને જાણવા મળ્યું કે મૃતક વકીલ શ્રી દાસના વકીલ નથી. અમને PPs અને APPની યાદી મળી છે. તેમનું નામ ત્યાં નહોતું.”
અમને સુબાશીષ શર્માને સ્વામિના વકીલ તરીકે ઓળખાવતો બીબીસી બાંગ્લાનો અહેવાલ પણ મળ્યો.
શર્માએ બીબીસી બાંગ્લાને જણાવ્યું, “ચિન્મય પ્રભુએ કોર્ટને કહ્યું કે, આ ધરપકડ સનાતનીના આઠ મુદ્દાની ચળવળને દબાવવા માટે ત્રીજા પક્ષના બળના કાવતરાને કારણે હોઈ શકે છે. પરંતુ સરકાર આ ખોટું કરી રહી છે. મૂળભૂત રીતે અમે કોઈપણ સરકાર વિરોધી ચળવળમાં સામેલ નથી.”
ન્યૂઝચેકરે દાવા પર તેમની ટિપ્પણી માટે સુબાશીષ શર્માનો સંપર્ક કર્યો છે. જવાબ મળ્યા પછી અહેવાલ અપડેટ કરવામાં આવશે.
Conclusion
આથી, બાંગ્લાદેશમાં ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસનીનો બચાવ કરી રહેલા વકીલની હત્યા થઈ હોવાનો વાયરલ દાવો ખોટો છે.
Result: False
Sources
Facebook Post By CA Press Wing Facts, Dated November 26, 2024
Facebook Post By @shafiqul.alam.71216, Dated November 26, 2024
Report By BBC Bangla, Dated November 26, 2024
(ન્યૂઝચેકર અંગ્રેજી વસુધા બેરી દ્વારા પણ અહેવાલ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044