Authors
Claim – બાંગ્લાદેશમાં મુસ્લિમો ખુલ્લેઆમ હિન્દુ મહિલાઓ પર હુમલો કરી રહ્યા છે.
Fact – વર્ષ 2022નો અન્ય ઘટનાનો વીડિયો તાજેતરમાં હિંદુઓ પર બાંગ્લાદેશમાં અત્યાચારના દાવા સાથે વાઇરલ થયેલ છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં દાવો કરાયો છે કે, બાંગ્લાદેશમાં મુસ્લિમો ખુલ્લેઆમ હિન્દુ મહિલાઓ પર હુમલો કરી રહ્યા છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે. જેને અત્યાર સુધીમાં 51.6K વ્યૂઝ મળ્યા છે.
Fact Check/Verification
દાવાની તપાસમાં ન્યૂઝચેકરે કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ ચલાવી, જેના કારણે અમને ઢાકાના એક અગ્રણી બાંગ્લા દૈનિક પ્રોથોમ એલોનો 3 જૂન-2022ના રોજ યુટ્યુબ પર અપલૉડ કરાયેલ વીડિયો અહેવાલ પ્રાપ્ત થયો જેમાં કહેવાય છે કે, બાંગ્લાદેશના સીતાકુંડાના બાંશબારિયામાં બે મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના ચટગાંવ જિલ્લાની છે અને મહિલાઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સંબંધિત કીવર્ડ શોધ અમને 3 જૂન, 2022ના રોજના આ બાંગ્લા સમાચાર અહેવાલ તરફ દોરી ગયા , જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપીઓ તૌહિદુલ ઇસ્લામ અને આલમગીર હુસેન હતા, જેમણે ત્રણ ગૃહિણીઓ પર હુમલો કર્યો હતો – રાની દાસ (30), યોગેન્દ્ર દાસની પત્ની, અંજના રાણી દાસ ( 32), મિલન ચંદ્ર દાસની પત્ની અને કૃષ્ણ ચંદ્ર દાસની પત્ની રીમા રાની દાસ (27) સામેલ છે. રીમા રાની દાસે ફરિયાદ નોંધાવી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.
અહેવાલ મુજબ, આરોપીઓ, જેઓ વિસ્તારના એક પ્રભાવશાળી વ્યક્તિ, અમીનુલ હકના પુત્રો હતા, તેમણે જમીનના પ્લોટને લઈને મહિલાઓ પર હુમલો કર્યો હતો, જેને તેઓ હડપ કરવા માંગતા હતા.
Khoborbangla24.net દ્વારા 3 જૂન, 2022 ના રોજનો આ સમાચાર અહેવાલ પણ અમને મળ્યો હતો , જેમાં જણાવવામાં આવ્યું હતું કે તે જમીન વિવાદ હતો, જ્યારે તૌહિદુલ દ્વારા દાસ પરિવાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ક્રોસ-ફરિયાદની નકલ શેર કરતી વખતે, તેઓએ તેમની મિલકત પર બળજબરીથી કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે તેમના પરિવારને ધમકી આપી હતી એવો પણ દાવો છે.
આ અહેવાલોએ વધુમાં પુષ્ટિ કરી છે કે, આ વિડિયો દેશમાં લઘુમતીઓ સામેની તાજેતરની અશાંતિ અને હિંસાનો નથી અને ઑગસ્ટ 2024માં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી કરનાર વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની ચળવળ પહેલાંની પણ છે.
Fact Check – એન્કર શ્વેતા સિંઘનો ડાયાબિટીસનો ઘરેલું ઉપચાર સમજાવતો વાયરલ વીડિયો ડીપફેક
Conlcusion
આમ અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, જૂની ઘટનાનો વીડિયો તાજેતરમાં હિંદુઓ પર બાંગ્લાદેશમાં હુમલાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result: Missing Context
Sources
Youtube video, Prothom Alo, June 3, 2022
News report, June 3, 2022
Khoborbangla24.net, June 3, 2022
(ન્યૂઝચેકર અંગ્રેજી કુશલ એચએમ દ્વારા પણ અહેવાલ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044