Claim :-
ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ પ્રમાણે, આ મામલો અમદાવાદની સિવિલ હોસ્પીટલનો છે. અહીંયા Corona ના દર્દી અને સંક્રમિતોને ધર્મના આધાર પર બેડ ફાળવવામાં આવી રહ્યા છે. આ હોસ્પીટલમાં કોરોના દર્દીઓ માટે 1200 બેડની હોસ્પીટલની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તેમને હિંદુ મુસલમાન દર્દીઓમાં વહેંચી દેવામાં આવ્યા છે. એટલે કે, 600 બેડ હિંદુ દર્દીઓ માટે અને બાકીના 600 બેડ મુસ્લિમ કોરોના દર્દીઓ માટે રાખવામાં આવ્યા છે. હોસ્પિટલના સુપરિટેંડેટે ડો.ગુણવંત એચ. રાઠોડના હવાલાથી કહેવામાં આવ્યું છે હોસ્પિટલમાં કોવિડ-19ના હિંદુ મુસ્લિમ દર્દીઓ માટે અલગ-અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે આ કામ રાજ્ય સરકારના આદેશ મુજબ કરવામાં આવ્યો છે.



કેટલાક ટ્વીટર યુઝર્સ દ્વારા પણ ઇન્ડિયન એક્સપ્રેસના હવાલે આ દાવો ફેલાવવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા પણ ટ્વીટ કરી આ ભ્રામક દાવો ફેલાવવામાં આવ્યો છે.
જયારે આ દાવાની સત્યતા તપાસ કરતા ટ્વીટ મળી આવે છે જે પ્રમાણે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે બુધવારે કહ્યું કે, USCIRF ભારતમાં કોવિડ-19 માટે નક્કી કરવામાં આવેલા મેડિકલ પ્રોટોકોલ પર ગેરમાર્ગે દોરનારો રિપોર્ટ ફેલાવી રહ્યું છે. ગુજરાત સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ધાર્મિક આધારે અલગ-અલગ રાખવામાં આવ્યા નથી.
fact check :-

ત્યરાબાદ આ વિવાદ અંગે સિવિલના સુપરિન્ટેન્ડન્ટ જી. એચ. રાઠોડે કહ્યું કે, ધર્મના નામે અલગ વોર્ડ અપાયા હોવાની વાત ખોટી છે. દર્દીને તેમની કન્ડિશન, શંકાસ્પદ કે પોઝિટિવ રિપોર્ટ, ક્રિટિકલ કન્ડિશન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીની સારવાર કરતાં ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે અલગ વોર્ડમાં રખાયા છે.


conclusion :-
વાયરલ દાવા પ્રમાણે ધર્મના આધારે દર્દીઓ અલગ-અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા નથી, ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ પ્રમાણે આ ગેરસમજ ઉભી થયેલ છે, જેને રાજ્ય સરકાર, હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ, PIB , USCIRF દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. જે પ્રમાણે આ દાવો તદ્દન ભ્રામક અને ખોટો છે.
SOURCE :-
KEYWORD SEARCH
NEWS REPORTS
PIB
USCIRF
TWITTER
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)