ક્લેમ :-
ક્રિસ્ટિઆનો રોનાલ્ડો એ પોતાની તમામ હોટલ કોરોના વાયરસના કારણે હોસ્પિટલમાં ફેરવી નાખી
વેરિફિકેશન :-
ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોને લઇ સોશિયલ મીડિયા પર એક ક્લેમ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ પોતાની તમામ હોટેલ્સને કોરોના વાયરસમાં મદદ માટે હોસ્પિટલમાં ફેરવી નાખી અને ડોકટરો તેમજ સ્ટાફનો પગાર પણ ચૂકવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પેઈજ ક્રોનાલ્ડો પરથી આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. ‘Cristiano Ronaldo’s Hotel Calls Transforming Into Hospital’
વાયરલ દાવાના સત્ય માટે ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે. આ ખબરને લઇ અનેક વેસ્ટર્ન મીડિયા દ્વારા આ વાયરલ દાવા વિષે રિપોર્ટ પબ્લિશ કર્યા છે. આ રિપોર્ટ પ્રમાણે આ વાયરલ દાવો એક ભ્રામક સાબિત થાય છે, ક્રિસ્ટિઆનો રોનાલ્ડો દ્વારા આ પ્રકારે કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી કે તે તેમની હોટલોને કોરોના વાયરસ માટે હોસ્પિટલમાં ફેરવી નાખશે.
આ વાયરલ દાવા પર સૌપ્રથમ ન્યુઝ Spanish newspaper MARCA દ્વારા પબ્લિશ કરવામાં આવ્યા હતા. જે બાદ અનેક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પોતાના ન્યુઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યા હતા. જેમાં દિવ્યભાસ્કર , indiatoday, marca વગેરે જેવા ન્યુઝ સંસ્થાન દ્વારા આ વાયરલ દાવો ફેલાવતી ન્યુઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવી છે.
જયારે republicworld, africa.espn, insider વેગેરે જેવા ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે ખુલાસો આપતો ન્યુઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે. જેમાં પોર્ટુગલ સ્થિત ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના એડવાઈઝર દ્વારા આ મૂડી ખુલાસો આપતા જાણવાવમાં આવ્યુ કે વાયરલ દાવો તદ્દન ભ્રામક છે અને રોનાલ્ડો અને જે કંપની ની વાત કરવામાં આવી રહી છે તેનો ક્રિસ્ટિઆનો રોનાલ્ડો સાથે કોઈપણ સંબંધ નથી. તેમજ વાયરલ પોસ્ટઆમ કરવામાં આવેલ દાવા પ્રમાણે કોઈપણ હોટલને કોરોના વાયરસના કારણે હોસ્પિટલમાં ફેરવવામાં આવશે નહીં.
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા ઉપર મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે ક્રિસ્ટિઆનો રોનાલ્ડો દ્વારા પોતાની હોટેલ્સને કોઈપણ હોસ્પિટલમાં ફેરવવામાં આવશે નહી. જે મુદ્દે તેમના એસવાઇઝર દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORT
INSTAGRAM
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)