Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
ઇટલીના ડોક્ટરોએ કોરોના વાયરસના દર્દીની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરી નવો ઘટસ્ફોટ કર્યો છે, વાયરસના નામે એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચલાવાઈ રહ્યું છે. કોરોના એક વાયરસ નથી પરંતુ બેક્ટેરિયા છે, જેનો ઈલાજ ખુબજ સરળ છે. સોશ્યલ મીડિયા પર આ દાવા સાથે બટુક સમાચારનું પેપેર કટિંગ વાયરલ થયેલ છે. વાયરલ તસ્વીરમાં કોરોના વાયરસના ઈલાજ માટે વેન્ટિલેટર્સ અને આઈસીયુની પણ જરૂર નથી, તેમજ ચીન અને WHO દ્વારા આ માહિતી છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવાઓ
અમે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા દાવાની ખરાઈ કરવા તપાસ શરૂ કરી અને દરેક દાવાને ક્રમિક રીતે શોધવાનું શરૂ કર્યું. જેમાં ઇટાલી, કોવિડ -19થી મૃત્યુ પામેલ ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરનાર વિશ્વનું પ્રથમ દેશ બન્યું છે, જેમાં તપાસમાં બહાર આવ્યું છે કે તે વાયરસ નથી પણ બેક્ટેરિયા છે. જેના કારણે લોહી ગંઠાઈ જાય છે અને દર્દીનું મોત થાય છે. તપાસ દરમિયાન thelancet દ્વારા પ્રકાશિત કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ કોરોના વાયરસમાં શ્વાશ લેવામાં તકલીફ મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. જયારે કોવિડ -19 વાયરસ નથી અને બેક્ટેરિયા હોવાના મુદ્દે કોઈપણ રિપોર્ટ જોવા મળેલ નથી.
ડબ્લ્યુએચઓનો કાયદો કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપતું નથી. પરંતુ ઇટાલીમાં કોવિડ-19 ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને જાણ્યું કે તે વાયરસ નહીં પણ બેક્ટેરિયા છે. આ દાવાની સત્યતા શોધવા માટે, અમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સત્તાવાર વેબસાઇટ પર જોયું કે WHO દ્વારા આ પ્રકારે કોઈ કાયદો બનાવાયો નથી જે કોરોના વાયરસથી મૃત્યુ પામેલ વ્યક્તિના શરીરના પોસ્ટમોર્ટમ અથવા સંશોધનને અટકાવે છે. વધુ તપાસ પર WHO Mythbusters કે જેમાં કોરોના વાયરસ પર ફેલાયેલા તમામ ભ્રામક દાવાઓ પર ખુલાસો આપવામાં આવેલ છે, જ્યાં વાયરલ દાવો “કોરોના વાયરસ નહીં પરંતુ બેકટેરિયા છે” જેના પર વિડિઓ તેમજ કેટલીક માહિતી દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ ત્રીજો દાવો આ બેક્ટેરિયાનો એસ્પીરીન -100 અને પેરા સીટામોલ જેવી દવાઓ દ્વારા ઉપચાર થઇ શકે છે. જે મુદ્દે તપાસ કરતા WHO દ્વારા જ સ્પષ્ટ કરવામાં આવેલ છે, કોઈપણ એન્ટીબાયોટિક્સ હજુ સુધી પ્રમાણિત થયેલ નથી જે કોરોના વાયરસને રોકવા માટે અસરકારક હોય.


જયારે વાયરલ દાવામાં ઇટલીના ડોકટરો દ્વારા આ વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા હોવાના દાવા પર વધુ તપાસ કરતા Reuters ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ ઇટલીએ કોરોના માટે બનાવેલ વેક્સીન માટે હ્યુમન ટ્રાયલ (માણસ પર પરીક્ષણ) શરૂ કરી દીધું છે. આ પરથી સાબિત થાય છે, ઇટલીના ડોકટરો પણ વેક્સીનની શોધ માટે પ્રયાસ કરી રહ્યા છે, વાયરલ દાવા પ્રમાણે એક બેક્ટેરિયા હોવાનો દાવો ભ્રામક સાબીત થાય છે.

ઉપરાંત કોરોના વાયરસનું સંક્ર્મણ 5-G નેટવર્કના કારણે વધુ ફેલાય છે, આ વાયરલ દાવા પર ગુગલ સર્ચ કરતા WHO અને ET telecom દ્વારા પ્રકાશિત કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. આ વિષય પર International Telecommunications Unionના પ્રવકતા મોનીકા ગહેનર દ્વારા સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 5-G નેટવર્ક અને કોરોના વાયરસ વચ્ચે કોઈ સંબંધ નથી, વાયરલ દાવો તદ્દન ભ્રામક છે.
.tmb-479v.png?sfvrsn=a8b9e94_2)

ઇટલીના ડોકટરો દ્વારા ડેડબોડીનું પરીક્ષણ કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા છે, તેમજ કોરોનાનો ઈલાજ ખુબજ સરળ છે અને 5-G નેટવર્કથી કોરોના ફેલાવવાનું જોખમ વધે છે. જેના પર WHO અને અન્ય ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરાયેલ રિપોર્ટ પરથી વાયરલ દાવાઓ તદ્દન ભ્રામક સાબિત થાય છે. ઉપરાંત કોરોનાને લગતી તમામ અન્ય ભ્રામક માહિતી માટે WHO Mythbusters વેબસાઈટ પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
WHO
WHOMythbusters
Reuters
Thelancet
Economictimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
May 21, 2020
Prathmesh Khunt
July 23, 2020
Prathmesh Khunt
September 25, 2020