Claim :-
“લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ” આ પ્રકારના કેપ્શન સાથે એક મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબુક પર Surat Live News અને અન્ય યુઝર્સ દ્વારા આ કેપ્શન સાથે કેટલાક અન્ય મુદ્દાઓ પણ શેયર કરવામાં આવ્યા છે, જેમાં કોરોના માટે આગામી એક વર્ષ સુધી કેટલીક કાળજી રાખવા ICMR દ્વારા સૂચન આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Fact check :-
વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા આ મુદ્દે કોઈ પરિણામ જોવા મળતા નથી, જેથી આ દાવાની તપાસ માટે ICMR ઓફિશ્યલ વેબસાઈટ પર સર્ચ કરતા પણ આ મુદ્દે કોઈ પ્રેસ રિલીઝ કે ICMR NEWS પર આ માહિતી આપેલ નથી.
જ્યારબાદ આ માહિતી વિષે ICMR ટ્વીટર એકાઉન્ટ પર સર્ચ કરતા પણ આ મુદ્દે કોઈપણ ટ્વીટ જોવા મળેલ નથી.

વાયરલ પોસ્ટ એક ભ્રામક દાવો છે, આ પ્રકારે ICMR દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. ICMR દ્વારા કોઈપણ પ્રેસ રિલીઝ, પ્રેસ કોન્ફરન્સ કે ટ્વીટર પર આ દાવાને સત્ય સાબિત કરતી પોસ્ટ કરવામાં આવી નથી.
source :-
facebook
twitter
ICMR.IN
પરિણામ :- ભ્રામક દાવો
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)