સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ શેયર ચેટ પર એક તસ્વીર વાયરલ થી રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે, ગરમ પાણી ની વરાળ લેવાથી કોરોના વાયરસ નાબૂદ થાય છે. તેમજ 22 જુલાઈ થી 28 જુલાઈ વિશ્વ વરાળ અઠવાડિયું મનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જેમાં એક સપ્તાહ સુધી દરરોજ દિવસમાં ત્રણ વખત સ્ટીમ લેવાની સલાહ આપવામાં આવેલ છે.

Fact check/verification
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા WHO દ્વારા કોરોના વાયરસ આપવામાં આવેલ માહિતી જોવા મળે છે. આ માહિતી મુજબ ગરમ પાણીની વરાળ લેવાથી કોરોના વાયરસ નાબૂદ થતો હોવાનો દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.


આ ઉપરાંત WHO દ્વારા અન્ય કેટલાક ભ્રામક દાવા પર પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જેમેકે 5G નેટવર્ક, આલ્કોહોલ, ગરમ સ્નાન, બ્લીચ, લસણ, ઉકાળો, ગરમ વાતાવરણ, ઠંડુ વાતાવરણ, યુવી કિરણો, દવાઓ અને અન્ય કેટલાક દાવાઓ
Conclusion
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ડોકટરો દ્વારા આ પ્રકારે કોઈ ગરમ પાણી લેવાથી કોરોના નાબૂદ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો નથી. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટ એક ભ્રામક દાવો છે. આવા જ અન્ય ભ્રામક દાવા પર WHO દ્વારા આગાઉ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- ભ્રામક દાવો (Misleading)
Our Source :-
WHO
Reverse Image Search
Keyword Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)